ચોમાસામાં થોડા વરસાદમાં પણ પાણી ભરાય જાય છે, ડ્રેનેજ સ્ટોર્મ વોટર સિસ્ટમ નબળી, સફાઇ તો દૂર આજી ડેમ પાસે કચરાની ગાડી આવતી જ નથી - At This Time

ચોમાસામાં થોડા વરસાદમાં પણ પાણી ભરાય જાય છે, ડ્રેનેજ સ્ટોર્મ વોટર સિસ્ટમ નબળી, સફાઇ તો દૂર આજી ડેમ પાસે કચરાની ગાડી આવતી જ નથી


સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, નાના-મોટા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરાવીશું, મોટા પ્રશ્નોમાં સંબંધિત વિભાગ તપાસ કરશે.

સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે લોકોની સમસ્યાઓનું સચોટ નિરાકરણ લાવવા 3જી જુલાઇએ ઇસ્ટ ઝોન કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નં.4, 5, 6, 15, 16 અને 18ના મોટી સંખ્યામાં આવેલા લોકોએ પોતાના વિસ્તારોના પ્રશ્નોનો ધોધ વહાવ્યો હતો. લોકપ્રશ્નોમાં એકંદરે વરસાદમાં પાણીનો ભરાવો થવો, ડ્રેનેજ સિસ્ટમ - સ્ટોર્મ વોટર સિસ્ટમ સામે સવાલો, પછાત વિસ્તારોમાં કચરાની ગાડીઓ ન જવી, તૂટેલા રસ્તા, મનપાના અધિકારીઓ ફોન ઉપાડતા નથી, સફાઇ ન થતી હોવાથી વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય સર્જાવા સહિતના પ્રશ્નો કેન્દ્ર સ્થાને રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.