ભૂમાફિયા પ્રવીણે સરકારી જમીન પણ વેચી નાખી હતી
કોઠારિયાના સરવે નંબર 147માં યુએલસીની 4906 ચોરસ મીટર જગ્યામાં પ્લોટિંગ પાડી દીધા હતા, 2005માં મામલતદારે કરી હતી ફરિયાદ
વજુભાઇ વાળાના પુત્ર ભવદીપ લાખો રૂપિયા આપે એટલે તે પૈસાથી કૌભાંડ કરતો પ્રવીણ સરકારી જમીન પણ વેચવાનો આરોપી!
મવડી વિસ્તારની માનસિક અસ્થિર ખેડૂતની જમીન હડપ કરવાના આરોપી પ્રવીણ અમરસી પરમાર પંકાયેલો ભુમાફિયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, રાજ્યના પૂર્વ નાણામંત્રી તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનો પુત્ર ભવદીપ વાળા પ્રવીણને લાખો રૂપિયા આપે છે. ભવદીપે 60 લાખ રૂપિયાની વ્હાઈટની એન્ટ્રી આપ્યા બાદ મવડીમાં કૌભાંડ આચરાયું હતું. ખાનગી જમીનોના કૌભાંડમાં વધુ તપાસ કરતા બહાર આવ્યું છે કે, સરકારી જમીન વેચી નાખવા મામલે પણ પ્રવીણ અને તેની ટોળકી સામે ગુનો દાખલ થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.