રાજકોટ પુનિતનગર ટાંકા પાસે ફાયરિંગનો 3 આરોપીની ધરપકડ કરાઈ
રાજકોટ શહેરમાં 15 ફેબ્રુઆરી 2025ના રોજ પુનિતનગર ટાંકા પાસે શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉપર બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનામાં પરેશના પગમાં એક ગોળી વાગતા ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે CCTV આધારે સમીર ઉર્ફે મુર્ગો પઠાણ,
શાહનવાજ ઉર્ફે નવાજ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયા આ ત્રણ શખસોની ધરપકડ કરી છે. લગભગ 1 માસ પહેલા ઈજાગ્રસ્ત પરેશને આરોપી સાથે માથાકૂટ થઈ હતી, જેનો ખાર રાખી ફાયરિંગ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
