બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આગામી કાર્યક્રમ ને લઈને યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આગામી કાર્યક્રમ ને લઈને યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
બોટાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવ વર્ષ પુર્ણ થય રહ્યા છે જેને લઈને બોટાદ જિલ્લા ભાજપ દ્વારા આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમ કરશે જેની મીડિયા પ્રેસ કોન્ફરન્સ માહિતી બોટાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ દ્વારા અપાઈ હતી,
દેશના ૮૦ કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ વિતરણ થઈ રહ્યું છે, લગભગ ૪.૫ કરોડ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેર અને ગ્રામ્યમાં પાકા મકાનો નિર્માણ કરવા મંજૂરી મળી ચૂકી છે. સ્વચ્છતાને અગ્રેસર રાખી લગભગ ૧૧.૨૨ કરોડ શૌચાલયનું નિર્માણ થયું છે. ઘર ઘર નલ સે જલ યોજના અંતર્ગત લગભગ ૬.૨ કરોડ નવા ઘરોને નળ દ્વારા પાણી જોડાણ અપાયું છે... આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ૨૨ કરોડ જેટલા લાભાર્થીઓ પૈકી ૩.૨ કરોડ લોકોએ ૫ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર મેળવી લીધી છે. છેલ્લા આઠ વર્ષમાં ૧૫ જેટલી નવી એમ્સ હોસ્પિટલો નું ઉદઘાટન કરવામાં આવ્યું છે, દેશભરમાં પથરાયેલા નજીવી કિંમતે દવાઓ સપ્લાય કરતા ૮૭૨૭ જેટલા જન ઔષધી કેન્દ્ર દ્વારા એકદમ વ્યાજબી ભાવે દવાઓનું વિતરણ થઈ રહ્યું છે, પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ સન્માન નિધિ અંતર્ગત ૧૧.૫ કરોડ ખેડૂત પરિવારોને રૂપિયા ૨.૨૪ લાખ કરોડ ચૂકવાઇ ચૂક્યા છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.