પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન- ભાવનગર મંડલ દ્વારા વાર્ષિક કાર્યક્રમ આશાએં નું ભવ્ય કાર્યક્રમ યોજાયો
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન- ભાવનગર મંડલ દ્વારા વાર્ષિક કાર્યક્રમ "આશાએં" નું ભવ્ય કાર્યક્રમ યોજાયો
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) - ભાવનગર મંડલ દ્વારા સંચાલિત બાલ મંદિર અને કિડ્સ હટના બાળકોની પ્રતિભાને ખીલવવા 25મી ફેબ્રુઆરી, 2023 (શનિવાર) ના રોજ વાર્ષિક કાર્યક્રમ "આશાએં" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, શાળાના બાળકોએ મંત્રમુગ્ધ કરી દેનારો કાર્યક્રમ રજૂ કર્યો, જેને જોઈને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી ક્ષમા મિશ્રએ ખૂબ વખાણ કર્યા. અધ્યક્ષે બાળકોની પ્રશંસા કરીને તેમનું મનોબળ વધાર્યું, તેમણે જણાવ્યું કે શાળાના શિક્ષિકાઓ ખૂબ જ સારા છે અને બાળકોની પ્રતિભા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમણે મહિલા કલ્યાણ સંગઠનના સદસ્યાઓની પણ પ્રશંસા કરી હતી, તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) - ભાવનગર મંડલના પ્રમુખ શ્રીમતી તુહિના ગોયલના નિર્દેશનમાં ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે.
વાર્ષિક કાર્યક્રમ “આશાએં”નું આયોજન ભાવનગર શહેરના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી ક્ષમા મિશ્ર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ચીફ પર્સનલ ઓફિસરના પત્ની શ્રીમતી મનીષી કુમાર પણ હાજર હતા. તેમણે બાળકોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી ક્ષમા મિશ્રાએ ઈ-મેગેઝિન "આશાએં" નું વિમોચન કર્યું.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.