કેરાળા ની અનન્યા બોગસ હોસ્પીટલ નો મુખ્ય સૂત્રધાર ઝડપાયો અમદાવાદ ગ્રામ્યની બે બોગસ હોસ્પીટલ નો મામલો - At This Time

કેરાળા ની અનન્યા બોગસ હોસ્પીટલ નો મુખ્ય સૂત્રધાર ઝડપાયો અમદાવાદ ગ્રામ્યની બે બોગસ હોસ્પીટલ નો મામલો


કેરાળા ની અનન્યા બોગસ હોસ્પીટલ નો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

અમદાવાદ ગ્રામ્યની બે બોગસ હોસ્પીટલ નો મામલો

અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર માંથી અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા બે બોગસ હોસ્પીટલ ઝડપાઈ હતી અને બંને હોસ્પિટલ CDHO શૈલેશ પરમાર દ્વારા સિલ કરવામા આવી હતી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બે મહિના પહેલા એક વિડિયો વાયરલ થયો હતો જે વિડિયો માં એક હોસ્પીટલ મા એક યુવતી નું મોત થયેલ જણાવ્યુ હતુ અને તેપણ ડોકટર ની બેદરકારી નાં કારણે અને આ વિડિયો વાયરલ થયો હતો વાયરલ વિડિયો ની જાણ અમદાવાદ જીલ્લા આરોગ્ય વિભાગ નાં CDHO ને થતાં CDHO શૈલેશ પરમાર દ્વારા બાવળા ની બાજુમાં આવેલ કેરાળા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં તપાસ કરતા પુરી હોસ્પીટલ બોગસ હોવાની વિગતો બહાર આવી હતી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અનન્યા મલ્ટી હોસ્પિટલ સિલ કરવામાં આવી હતી

ત્યાર બાદ વધુ તપાસ કરતા સાણંદ તાલુકાનાં મોરૈયા ગામેથી મોરૈયા જનરલ હોસ્પિટલ પણ ઝડપાઈ હતી આં હોસ્પીટલ પણ સિલ મારવામાં આવી હતી

જ્યારે બે મહિના બાદ આ બંને હોસ્પિટલમાં મુખ્ય સૂત્રધાર બોગસ ડોક્ટર મેહુલ ચાવડા ને ચાંગોદર પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ આ આરોપી મેહુલ ચાવડા ને કેરાળા જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવ્યો હતો

અત્યાર સુધી પોલીસે બોગસ હોસ્પીટલમા સડવાયેલા 10 જેટલા આરોપીને ઝડપી પાડયા છે

પોલીસે કોર્ટ સમક્ષ મેહુલ ચાવડા ના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યાં હતા તેમાંથી કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

હાલ કેરાળા જીઆઇડીસી પોલીસે બોગસ ડોક્ટર મેહુલ ચાવડાને જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

રીપોર્ટર : મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.