ભારતીય મજદુર સંધના પશ્‍ચિમ અને ઉતર પશ્‍ચિમ ક્ષેત્રના સંગઠનમંત્રી તથા ગુજરાત પ્રદેશ પદાધિકારીઓએ રાણપુર ટેક્ષસ્પિન કંપનીની લીધી મુલાકાત - At This Time

ભારતીય મજદુર સંધના પશ્‍ચિમ અને ઉતર પશ્‍ચિમ ક્ષેત્રના સંગઠનમંત્રી તથા ગુજરાત પ્રદેશ પદાધિકારીઓએ રાણપુર ટેક્ષસ્પિન કંપનીની લીધી મુલાકાત


(કનુભાઈ ખાચર દ્વારા )
ભારતીય મજદુર સંધના પશ્‍ચિમ અને ઉતર પશ્‍ચિમ ક્ષેત્રના સંગઠનમંત્રી શ્રી સી.વી.રાજેશજી, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ગીરીશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્રસિંહ ચુડાસમા,જુનાગઢ વિભાગ સહસંગઠનમંત્રીશ્રી પ્રહલાદસિંહ ગોહીલ, સ્‍વાયતશાશી અખિલ ભારતીય અધ્‍યક્ષશ્રી રાજેશભાઇ મંડલી, પ્રદેશમંત્રીશ્રી સમીરભાઇ એચ.જોશી તથા બોટાદ જીલ્‍લા અધ્‍યક્ષ શ્રી રાજુભાઇ ડેરૈયા ધ્‍વારા ભારતિય મઝદુર સંધ સંલગ્‍ન બોટાદ જિલ્‍લા મઝદુર સંધ સાથે જોડાયેલ ટેકસપીન બેરીંગ લી. ની રાણપુર કંપનીના કામદારો અને મેનેજમેન્‍ટ સાથે ગત તા.૨૫ જુન-૨૦૨૪ ના રોજ શુભેચ્‍છા મુલાકાત ગોઠવવામાં આવેલ. આ બેઠકમાં કંપનીમાં કામ કરતાં ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ કામદારો સહ કંપનીના જનરલ મેનેજર સહ અન્‍ય કર્મચારીઓ હાજર રહેલ.

બેઠક દરમ્‍યાન કંપનીના મેનેજમેન્‍ટ ધ્‍વારા ભારતીય મજદુર સંધની રાષ્‍ટ્રહિત, ઉધોગહિત અને શ્રમિકહિતની કાર્યપ્રણાલી ના કારણે સને-૧૯૮૮ થી કંપની તથા કામદારોના પ્રશ્‍નો સામાન્‍ય બેઠકોથી જ હલ થતાં હોઇ જેથી કંપની અને કામદારોના ધર્ષણના બનાવો અટકતાં હોઇ અને પરીવારની ભાવનાથી એકબીજા સાથે જોડાયેલા રહેવાની બાબતને અભિનંદન આપવામાં આવેલ. અને ભારતીય મજદુર સંધના ક્ષેત્રિય સંગઠનમંત્રીશ્રી કે જેઓ પાંચ રાજયો (મહારાષ્‍ટ્ર, ગુજરાત,રાજસ્‍થાન,ગોવા તથા વિદર્ભ) માં બીએમએસના સંગઠનની જવાબદારી સંભાળી રહેલ છે. તેઓનું શાલા ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.