*ઝાલોદ નગરમા હાઈટેક 75 કેમેરા નજર રાખશે/ સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયુ **
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત
પ્રથમ ફેઝમા દાહોદ શહેરને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાથી સજ્જ કરવામા
આવ્યુ છે, ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા
બીજા ફેઝમા ઝાલોદ નગરને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવનાર છે, ઝાલોદ નગરમા
નેત્રમ પ્રોજેકટ મૂજબ CCTV કેમેરા લગાવવામા આવનાર છે, જેનો કંટ્રોલ
રૂમ ઝાલોદની સાથે દાહોદ ના નેત્રમ સાથે પણ જોડવામા આવશે જેથી જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરી શકાશે.
ઝાલોદ નગર પર હાઈટેક 75 કેમેરા નજર રાખશે ઝાલોદ નગર હવે સંપુર્ણ CCTV કેમેરાથી સજ્જ બનશે જેના કારણે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકો પર પોલીસ બાઝ નજર રાખી શકશે, જેનાથી ઝાલોદમા થતી ચોરી, લૂંટ, ઘરફોડ, ચીલ ઝડપ, અકસ્માત, અપહરણ જેવા ગુના કરનાર લોકો પર અંકુશ લગાવવામા તેમજ ગુનેગારોને ઝડપી પાડવા પોલીસને મદદરૂપ થઈ છે. ઝાલોદ શહેરમા ટ્રાફિક નિયમન હેઠળ કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી ભીડભાડ વાળા બજારો તેમજ ઝાલોદ શહેરના તમામ પ્રવેશ દ્વાર, શહેરના તમામ માર્ગ, ચાર રસ્તાઓ, ગલીઓના રસ્તાઓ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવામા આવશે. જેમાં ફિક્સ કેમેરા 40, PTZ-16, ANPR-19 મળી કુલ 75 કેમેરા લગાવવામાં આવનાર છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમા ડી.વાય.એસ.પી ડી.આર. પટેલ, પી.એસ.આઈ રાઠોડ, પોલીસ કર્મચારીઓ, નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.