સક્ષમ નારી સશક્ત ગુજરાત મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે જીઆઇડીસી (લોધિકા) ખાતે મહિલા સ્વરોજગાર મેળો ખુલ્લો મુકાયો પોતાનું સન્માન કરતા શીખો સર્વ તમારું સન્માન કરશે મહિલાઓને મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની શીખ
સક્ષમ નારી...... સશક્ત ગુજરાત.......
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે જી.આઇ.ડી.સી. (લોધિકા) ખાતે મહિલા સ્વરોજગાર મેળો ખુલ્લો મુકાયો
પોતાનું સન્માન કરતા શીખો સર્વ તમારું સન્માન કરશે
- મહિલાઓને મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની શીખ
રાજકોટ તા. ૦૩ ઓગસ્ટ - ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને જી.આઇ.ડી.સી. (લોધિકા) ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે "નારી વંદન ઉત્સવ" અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને શીખ આપતા જણાવ્યું હતું કે, સૌ પ્રથમ આપણે આપણું સન્માન કરતા શીખશું તો આપોઆપ બીજા આપણું સન્માન કરશે. વડાપ્રધાન શ્રી મોદીએ મુખ્યમંત્રી બન્યા ત્યારથી બહેનો, દીકરીઓ, માતાની ચિંતા કરી છે. જે વડાપ્રધાન બન્યા પછી પણ યથાવત જાળવી રાખી છે. દીકરીઓને પગભર થવા માટે સરકાર દ્વારા ઘણી યોજના અને મેળાઓનું આયોજન થાય છે. જેનો રાજ્યભરની દીકરીઓએ અચૂક લાભ લેવો જોઈએ મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો આ પ્રસંગે સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો અને ઉપસ્થિત મહિલાઓને આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે જણાવ્યુ કે, મહિલાઓને સ્વરોજગાર આપવા માટે સરકાર હંમેશા પ્રયત્ન કરી રહી છે. માત્ર તાલીમ કે રોજગાર જ નહિ પરંતુ સરકાર મહિલાઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આગળ રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેના પ્રયત્ન કરી રહી છે. સમાજના ઘડતરમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે સ્વરોજગાર મેળવવામાં સફળ થયેલી કર્મચારીઓને નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારની વિવિધ યોજના રાષ્ટ્રીય આજીવિકા મિશન, જિલ્લા મહિલા બાળ વિકાસ અંતર્ગત વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના જેવી વિવિધ યોજનાના લાભ મળેલ લાભાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સખી મંડળની બહેનો દ્વારા કલેકટરશ્રી અને મંત્રી શ્રી ભાનુબેનને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિલાસબેન ઉનડ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી અલ્પાબેન તોગડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.વસ્તાણી, પ્રોગ્રામ ઓફીસરશ્રી સાવિત્રી નાથજી, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનક્સિંહ ગોહિલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજરશ્રી કિશોર મોરી, રિજિયોનલ મેનેજર શ્રી GIDC તપન પાઠક, લોધિકા મામલતદાર શ્રી રાજેશભાઈ ભાડ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સીમાબેન સિંગાળા, CDPO શ્રી લોધિકા એસ.જી.લાડાણી,DLM & DRDA રાજકોટ વી.બી.બસિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.આર.સિંધવ, GIDC લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ શ્રીનરેન્દ્રસિંહ જાડેજા, સહિતના અધિકારીઓ ઉપરાંત, જ્યોતિ સી.એન.સી., ગોપાલ નમકીન & સ્નેકસ, ઓરબિટ બેરિંગ્સ જેવી વિવિધ કંપનીની કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા તેજસ્વિની લોકલ ચેમ્પિયન શ્રી પ્રાપ્તિ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.