ઇલેક્ટ્રિક ગુડ્સના પાર્સલમાંથી ચીકુની સુગંધ આવી , જોયું તો 35 પાર્સલમાંથી 3. 33 લાખની 2484 દારૂની બોટલ મળી. - At This Time

ઇલેક્ટ્રિક ગુડ્સના પાર્સલમાંથી ચીકુની સુગંધ આવી , જોયું તો 35 પાર્સલમાંથી 3. 33 લાખની 2484 દારૂની બોટલ મળી.


વડોદરા રેલવે સ્ટેશન ખાતે બાન્દ્રા - ભુજ સ્પેશીયલ ટ્રેનમાં વિદેશી દારૂના 35 પાર્સલ આવતાં રેલવે તંત્ર પણ ચોંકી ઉઠયું છે . રેલવે એલસીબી સૂત્રોના જણાવ્યા મુજબ સાંજના સમયે બાન્દ્રા - ભુજ સ્પેશીયલ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પાર્સલ ઉતારવામાં આવ્યા હતા . આ દરમિયાન ઇલેકટ્રીક ગુડસ લખેલા કેટલાક પાર્સલ લીકેજ જણાયા હતા અને તેમાંથી ચીકુની વાસ આવતી હતી . જેને પગલે એલસીબી પીઆઈ વીરેન્દ્ર આહીરની ટીમને પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી . જેથી પોલીસે 50 કરતાં વધુ પાર્સલો તપાસ્યા હતા . જે પૈકી 35 પાર્સલમાંથી 2 , 484 વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો . આ પાર્સલની વિતરણ વ્યવસ્થા પાર્સલ ઓફિસમાં કોન્ટ્રાકટ ધરાવતો દીપસિંહ ભદુરીયા કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં તેની ધરપકડ કરાઈ હતી . પાર્સલ મોકલનારનું નામ બોકસ અને તે અંગેના કાગળીયા પર તિમિર લખેલું હતું , જે ખોટું હોવાનું પોલીસ માની રહી છે . એક બોક્સ પર કોન્ટ્રાક્ટરને 10 ગણી મજૂરી મળતી હતી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી એક બોકસ લોડીંગ કરવાની મજૂરી રૂા . 10 મળે છે . પણ બુટલેગરો કોન્ટ્રાકટરને રૂા . 100 બોકસ દીઠ આપતા હતા અગાઉ 20 પાર્સલ અમદાવાદ મોકલ્યાં હતાં દીપસિંહ ભદુરીયાએ પુછપરછમાં જણાવ્યું હતું કે ‘ અગાઉ 20 પાર્સલ મેં આ રીતે મોકલ્યા હતા પણ આ સિવાય બીજા કોઈ પાર્સલ મેં મોકલ્યા નથી . જો કે પોલીસને દીપસિંહની વાત ભરોસો નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.