ગાંધીનગર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર હોલ મુકામે યોજાયેલ એક નોખું અનોખું નાટક સાબરકાંઠા ના યુવા કલાકારો દ્વારા “મળવા જેવો માણસ “ભજવવામાં આવ્યું
*ગાંધીનગર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર હોલ મુકામે યોજાયેલ એક નોખું અનોખું નાટક સાબરકાંઠા ના યુવા કલાકારો દ્વારા "મળવા જેવો માણસ "ભજવવામાં આવ્યું*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
*ડ્રગ્સ નાબુદી અને પુસ્તક વાંચન આધારીત એકપાત્રી નાટક* *મળવા જેવો માણસ*
ગાંધીનગર ખાતે ભજવાયું
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સાગર અકાદમી હિંમતનગર દ્વારા ડ્રગ્સ નાબુદી અને પુસ્તક વાંચન આધારીત એકપાત્રી નાટક “મળવા જેવો માણસ” તારીખ ૮ જૂલાઈ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે રજૂ થયું .આ પ્રસંગે શ્રી મુળુભાઈ બેરા મંત્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,શ્રી પ્રેમલસિહ ગોલ પૂર્વ ડેપ્યુટી મેયર ગાંધીનગર, શ્રી અતુલ દિક્ષિત ચીફ કમિશ્નર ભારત સ્કાઉટ ગાઈડ સંઘ વગેરે મહેમાન સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ શ્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જયારે કાર્યક્રમના અંતે ચીફ કમિશ્નર ભારત સ્કાઉટ ગાઈડ સંઘ શ્રી અતુલ દિક્ષિતે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, યુવા કલાકાર રાજન વ્યાસ અભિનીત અને ગૌરવ પુરસ્તુત નાટ્યકાર ભરત વ્યાસ લેખિત દિગ્દર્શિત આ નાટક એક ૨૫ વર્ષના યુવાનની બાયોગ્રાફી રજૂ કરે છે જે મા બાપ અને સંતાનને એક ઉચ્ચ કક્ષાનો સંદેશ પૂરો પાડે છે વર્તમાન સમયમાં યુવાનો જ્યારે ડ્રગ્સ ના રવાડે ચડે છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે અને એમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે છે એની હૃદયસ્પર્શી ઘટનાઓ સાથે પુસ્તક વાંચન માણસના જીવનને કેવી રીતે ઉન્નત બનાવે છે. આ પ્રકારના ઉચ્ચતમ સંદેશ આધારિત આ નાટકને માણવા હોલ કલા રસિક પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો અને પ્રેક્ષકો ની તાળીઓ અને વાહ વાહ થી સમગ્ર હોલ વારંવાર ગુંજી રહ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા ગાંધીનગર શ્રી ભરત પ્રજાપતિ અને શ્રીમતી મધુબેન પ્રજાપતિની સંસ્થા શ્રી મધુરમ ફાઉન્ડેશન,કુંતલ નિમાવત,શ્રી એન.સી.ચૌહાણ, હસમુખ મેકવાન,યોગેશ ત્રિવેદી,અખ્તર સૈયદ વગેરે એ ખુબ જહેમત કરી હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.