વસઈ ગામમાં વ્યસન મુક્ત કાર્યક્રમ પ્રાથમિક શાળા માં આયોજન - At This Time

વસઈ ગામમાં વ્યસન મુક્ત કાર્યક્રમ પ્રાથમિક શાળા માં આયોજન


આજરોજ મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના વસાઈ ગામ માં જીલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વસાઈ ની અનુપમ પ્રાથમિક શાળા વસાઈ મુકામે તમાકુ ના સેવન થી થતાં રોગો ની જાણકારી બાળકો માં આવે તે સારું વકૃત્વ સ્પર્ધા નું આયોજન પ્રા આ કે વસાઈ ના મેડિકલ ઓફિસર શ્રી તેમજ સુપરવાઈઝર શ્રી એલ બી રાજપૂત તેમજ આરોગ્ય કર્મચારી ઉર્મેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું.કુલ ૨૩ બાળકો એ ભાગ લીધો .પ્રથમ વિજેતા ને સ્કૂલ બેગ..બીજા નબર વિજેતા ને.ફોલ્ડર ફાઈલ તેમજ ત્રીજા નંબર વિજેતા ને કંપાસ આપવામાં આવ્યા ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા..બાળકો ને વ્યસન થી તેમજ તમાકુ અને તમાકુ ની બનાવટો થી દુર રહેવા માટે સંકલ્પ લેવાડવામાં આવ્યા..શાળા ના આચાર્ય શ્રી તેમજ શાળા ના શિક્ષક મિત્રો દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો..આ કાર્યક્રમ નું આયોજન અને સુપર વિઝન તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.