રેસકોર્ષ, કિસાનપરા, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોકમાંથી વધુ 415 બોર્ડ-બેનર ઉતારાયા
મનપાની દબાણ હટાવ શાખા દ્વારા ગેરકાયદે બોર્ડ-બેનરો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તેમાં પુષ્કરધામ, જયોતિનગર મેઇન રોડ, ટાગોર રોડ, કોર્ટ ચોક, એસ્ટ્રોન ચોક, રેસકોર્ષ રીંગ રોડ, કિસાનપરા, યાજ્ઞિક રોડ, સદર, એરપોર્ટ રોડ, અમુલ ચોક અને ભાવનગર રોડ પરથી વધુ 415 આવા પ્રચાર સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા છે.
તા.21થી 24 દરમ્યાન કાલાવડ રોડથી જયુબીલી રોડ સુધીમાં 6 રેંકડી, હરીહર ચોક, સદર, પોસ્ટ ઓફિસ, પારેવડી ચોક આસપાસથી 35 પરચુરણ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. હોકર્સ ઝોન અને રસ્તા પરથી 340 કિલો શાકભાજી અને ફ્રુટ ભરી લેવામાં આવ્યા હતા. નિર્મલા રોડ પરથી રૂા. 9440નો મંડપ કમાન્ડ ભાડુ, 150 ફુટ રોડ, ગાંધીગ્રામ ચોકી, ગાયત્રીનગર, લોટરી બજાર આસપાસથી રૂા. 40500નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.