ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો - At This Time

ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો


ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો

રાજકોટ ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા ભાનુબેન બાબરિયા દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવેલ અંગદાન સંકલ્પ સમાજને નિસ્વાર્થ સેવા, કરુણા અને જીવનદાનની પ્રેરણા આપે છે. આ પ્રસંગે ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ મિત્તલ ખેતાણી, ભાવનાબેન મંડલી ઉપસ્થિત રહ્યા હતા.
અંગદાન એ મહાદાન છે. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસ્બત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે.તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે.રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય અનેક સંસ્થાઓ આ દિશામાં ખુબ જ સારું કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં આ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 125 જેટલા અંગદાન થઈ શક્યા છે. જેમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓ ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, વિભૂતિબેન ઝીંઝુવાડિયા, હર્ષિતભાઈ કાવર તેમજ અન્ય અનેક નાની મોટી સંસ્થાઓ, ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ તંત્ર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, અન્ય સરકારી સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓનો મોટો ફાળો રહ્યો છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.