બોટાદમાં સાધ્વીજી ભગવંત વિશ્વ પ્રજ્ઞા મહારાજનો ભવ્યાતી ભવ્ય પ્રવેશ
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
જૈન લોકોનું ચોમાસુ પ્રવેશ ચાલુ થઈ ગયેલ છે ત્યારે બોટાદ શહેરમાં શાસન સમ્રાટ આચાર્ય નેમીસુરીશ્વરજી મહારાજ ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાથી વિક્રમ સવંત 2080 નું ભવ્ય કલ્યાણકારી ચતુર્માસ યોજાવા જઈ રહ્યો છે ત્યારે પરમ પૂજ્ય ભગવંત વિશ્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબનું આદિથાણા નો ભવ્યથી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ બોટાદ ના નગરે યોજાયો આ પ્રવેશ સવારે 06:45 કલાકે ઉષાબેન સુધીરભાઈ વકીલ ના નિવાસ્થાનેથી આચાર્ય યશોદેવ સૂરીશ્વરજી અને આદીથાણા સાથે નેમી નય જૈન બેન્ડના સથવારે જીનાલયમાં પ્રવેશ કરી દેવ દર્શન કરેલ ત્યારબાદ સવારે 7:15 કલાકે શ્રાવિકા ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ઉપાશ્રયમાં માંગલિક પ્રવચન અને ત્યારબાદ સકલ સંઘની ગિરિરાજ જૈન સંઘ તરફથી નવકારશી રાખેલ હતી અને આ મંગલ પ્રવેશમાં બોટાદના જૈન શ્રાવકો અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.