ચોરી પે સીના જોરી : લોનના હપ્તા ના ભર્યા અને ઇન્ક્વાયરી માટે ગયેલ યુવાનોને માર માર્યો
લોધિકાના ઢોલરા ગામમાં બાઈકના હપ્તા ભર્યા ના હતા જેની ઇન્ક્વાયરી માટે ગયેલ બે યુવાનોને પિતા અને બે પુત્રોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદના નરોડામાં રહેતા ભાવેશભાઈ દિલીપભાઈ મકવાણાએ આરોપી જેન્તીભાઈ દવેરા અને તેના બંને દીકરાઓ રહે બધા ઢોલરા તા. લોધિકા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી જેન્તીભાઈ દવેરાના પત્નીએ ઉજ્જીવન ફાઈનાન્સ બેન્કમાંથી બાઈક લોન લીધી હતી જેના હપ્તા ભર્યા ના હોય જેથી ફરિયાદી અને વિશાલભાઈ બંને જેન્તીભાઈ દવેરાના ઘરે ઇન્ક્વાયરી કરવા ગયા હતા અને લોન ના હપ્તા ભરવા અંગે પૂછતાં આરોપી જેન્તીભાઈ અને તેના બંને દીકરાઓ ઉશ્કેરાઈ ગયા હતા
આરોપી પિતા-પુત્રોએ ફરિયાદી ભાવેશ અને વિશાલભાઈને લાકડી વડે માર મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી શાપર વેરાવળ પોલીસે આરોપી પિતા પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.