ગણેશ પંડાલોમાં સ્ટેજ પર ક્ષમતા કરતાં ચોથા ભાગના દર્શનાર્થીને ઊભા રહેવા દેવાશે, આયોજકોએ1.25 કરોડ સુધીના વીમા લીધા - At This Time

ગણેશ પંડાલોમાં સ્ટેજ પર ક્ષમતા કરતાં ચોથા ભાગના દર્શનાર્થીને ઊભા રહેવા દેવાશે, આયોજકોએ1.25 કરોડ સુધીના વીમા લીધા


TRP ગેમ ઝોનની ઘટનાને ધ્યાને રાખી આયોજકોએ સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપ્યંુ: 3 હજારથી વધુ સ્થળે આયોજન.

રાજકોટમાં 7 સપ્ટેમ્બરના રોજ વિઘ્નહર્તા દેવનું વાજતે-ગાજતે અને આસ્થાભેર સ્વાગત કરવામાં આવશે. હાલ રાજકોટમાં પંડાલ નાખવાની તૈયારી ચાલી રહી છે અને મૂર્તિ બનાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટમાં નાના મોટા મળી અંદાજિત 3 હજારથી વધુ સ્થળોએ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા- મોટા પંડાલના આયોજકોએ નાસિક,મહારાષ્ટ્ર અને મુંબઈમાં મૂર્તિના ખાસ ઓર્ડર આપ્યા છે. વિઘ્નહર્તા મોટા વાહનમાં બેસીને રાજકોટમાં પધરામણી કરશે. રાજકોટમાં પર્ધાયા બાદ વાજતે-ગાજતે તેનું સ્વાગત કરવામાં આવશે. ભીડને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાઈ, કોઈ જાનહાનિ ન થાય તે માટે એન્ટ્રી અને એક્ઝિટ અલગ- અલગ રાખવામાં આવશે. તેમજ 150ની ક્ષમતાવાળા સ્ટેજ પર માત્ર 30 જ દર્શનાર્થીને દર્શન માટે ઊભા રહેવા દેવામાં આવશે. એ લોકો નીકળી જાય ત્યારબાદ બીજા લોકોને દર્શન માટે સ્ટેજ પર ચઢવા દેવામાં આવશે. મોટા મોટા આયોજકો દ્વારા વીમો પણ લેવામાં આવ્યો છે. જેની રકમ રૂ.1 કરોડથી લઇને રૂ.1.25 કરોડ સુધીની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.