ભાસ્કર ખાસ:બાળકો પર જરૂરથી વધારે ધ્યાન આપવાથી વિકાસ રુંધાશે,જવાબદારી માટે તૈયાર કરો, તેમને દુનિયાના અનુભવોમાંથી પરિપક્વ બનવા દો - At This Time

ભાસ્કર ખાસ:બાળકો પર જરૂરથી વધારે ધ્યાન આપવાથી વિકાસ રુંધાશે,જવાબદારી માટે તૈયાર કરો, તેમને દુનિયાના અનુભવોમાંથી પરિપક્વ બનવા દો


ભાસ્કર ન્યૂઝ | વૉશિંગ્ટન
અમેરિકન લેખિકા માઇકેલીન ડોક્લેફે માતૃત્વ ધારણ કરતા જ સૌથી વધુ સમય દીકરીને આપવાનું નક્કી કર્યું. દીકરી 5 વર્ષની થવા સુધી માઇકેલીને સંપૂર્ણ ધ્યાન આપ્યું. દીકરીની દરેક એક્ટિવિટી, બર્થડે પાર્ટી, રમત-ટ્યૂશન, દરેક જગ્યાએ સાથે રહી. અહીંયા સુધી કે વીકેન્ડમાં પણ સાથે રહેતી. નિષ્ણાતોના મતે બાળકો પર એક મર્યાદા સુધી જ ધ્યાન આપવું ઠીક છે પરંતુ દરેક પળમાં સાથે રહેવાથી બાળકોના સ્વાભાવિક વિકાસ પર અસર થઇ શકે છે. બાળકો સ્વયંને સમાજને અનુકૂળ કરી શકતાં નથી. નિષ્ણાત પાસેથી પેરેન્ટિંગ અંગે વધુ જાણીએ. ભાવનાત્મક રીતે પરિપક્વ બનાવો: માઇન્ડ બ્રેન ઇમોશનના સ્થાપક ડૉ. જેની વૂ અનુસાર બાળકો પર ફોકસ્ડ પેરેન્ટિંગ તેમને જવાબદાર વ્યસ્ક બનતા રોકે છે અને કૌશલ્ય શીખવાથી વંચિત રહે છે. ઇલિનૉય યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાની સુજેન ગેસ્કિન્સના મતે બાળકોને એકલા રમવા મોકલો. સ્વયંથી જોડાયેલા નિર્ણયો લેવા દો. જવાબદારી માટે તૈયાર કરો: ખ્યાતનામ મનોવિજ્ઞાની બ્રેન બ્રાઉન અનુસાર આવાં બાળકો દરેક બાબતે માતા-પિતા પર નિર્ભર રહે છે. તેમને ક્યાં જવાનું છે, શું કામ કરવાનું છે, કોની સાથે સંપર્ક કરવાનો છે તેનાથી અજાણ રહે છે. પોતાને નિ:સહાય અનુભવે છે અને ચિંતિત રહે છે. વયસ્ક હોય ત્યારે પણ કોઇ ને કોઇની મદદની જરૂર અનુભવે છે. બ્રાઉનનું સૂચન છે કે તમે જ્યારે બહાર સાથે હોવ ત્યારે બાળકોને ધીરે ધીરે જવાબદારી લેવા દો. મજબૂત બનાવવા જરૂરી: વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રી કેટિલિન કૉલિન્સ કહે છે કે દરેક મુદ્દે તેમનો બચાવ કરવાનું બંધ કરો. જ્યારે તમે ભાઇ-બહેનો, મિત્રો અથવા સ્કૂલના વિવાદના ઉકેલ માટે આગળ આવો છો તો તેમને પોતાની ભૂલોને ઉકેલવાથી મળતી શીખથી દૂર કરો છો. તેમને પડકારો માટે તૈયાર રાખો, ત્યારે જ તેઓ મજબૂત બની શકશે. વ્યવહારમાં કુશળતા જરૂરી: માતા-પિતા દ્વારા વધુ ધ્યાનથી બાળકોનો વ્યવહાર બગડી શકે છે. તેઓ મર્યાદાનું સન્માન કરતાં નથી. સુજેન ગેસ્કિંસના મતે તેઓ પોતાના ખરાબ વ્યવહારના પરિણામને સમજી શકતા નથી. તેમને શીખવાડવું પડશે કે તેઓ જે પણ કરી શકે છે તેની પણ એક મર્યાદા છે. તેમને વ્યવહારકુશળ બનાવવા પર ફોકસ કરો. માતા-પિતા માટે ફાયદાકારક: માઇકેલિન કહે છે કે આ પ્રકારના ઉછેરથી બાળકો પરિવારમાં પોતાનું મહત્ત્વ સમજવા લાગે છે. સ્વયંને સમાજને અનુકૂળ બનાવી શકે છે. હું દીકરીને અનેક પ્રોજેક્ટ પર સાથે લઇને ગઇ. હવે તે 9 વર્ષની ઉંમરમાં ડૉગ વૉકિંગ મારફતે પૉકેટમની એકત્ર કરી રહી છે અને મારો થાક દૂર થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.