બોટાદ જિલ્લાના લઘુમતિ જાતિના રોજગારવાંચ્છુકોની નામ નોંધણી માટે તા. ૧૬ મેના રોજ ખાસ કેમ્પનું આયોજન
બોટાદ જિલ્લાના લઘુમતિ જાતિના રોજગારવાંચ્છુકોની નામ નોંધણી માટે તા. ૧૬ મેના રોજ ખાસ કેમ્પનું આયોજન
બોટાદ જિલ્લાના લઘુમતિ જાતિમાં સમાવિષ્ટ મુસ્લિમ, ક્રિશ્ચિઅન, શીખ, બૌદ્ધ, જૈન તથા જરથોસ્તી સમુદાયના યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુકોને રોજગાર વિનિમય કચેરી હસ્તકની રોજગારલક્ષી અને કારકિર્દીલક્ષી વિવિધ સેવાઓના લાભ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૬/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી બપોરે ૧:૦૦ કલાક સુધી અલાના કન્યા વિદ્યાલય, મહમ્મદનગર સોસાયટી, સાળંગપુર રોડ, બોટાદ ખાતે નામ નોંધણી કેમ્પ યોજાશે કેમ્પ દરમિયાન નામ નોંધણી કરાવવા ઈચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્ર અને ફોટોગ્રાફ નંગ-૧ સાથે રૂબરૂમાં ઉપસ્થિત થવાનું રહેશે. નામ નોંધણી કરાવેલા ઉમેદવારો પૈકી નામ નોંધણી તાજી(રિન્યૂઅલ) કરવાની તેમજ શૈક્ષણિક લાયકાતનો ઉમેરો કરવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.