જસદણ ના ગોડલાધારનો યુવાન ઘઉં લેવા જેવા નીકળ્યા બાદ લાશ મળીઃ હત્યાનો આક્ષેપ
જસદણ ના ગોડલાધારનો યુવાન ઘઉં લેવા જેવા નીકળ્યા બાદ લાશ મળીઃ હત્યાનો આક્ષેપ
ગોડલાધાર ગામે રહેતો હિતેષ બોઘાભાઇ માનકોલીયા (કોળી) (ઉ. વ. ૨૪) નામનો યુવાન ગત સાંજે સાડા છએક વાગ્યે ઘરેથી જસદણ ઘઉં લેવા જઇ રહ્યાનું કહીને બાઇક લઇને નીકળ્યા બાદ સાડા સાતેક વાગ્યા પછી તેની લાશ ગામની સીમમાં રોડ કાંઠેથી મળતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેના ગાલ પાસે ઇજાના નિશાન હોઇ અને શિવરાજપુરની યુવતિ સાથેની મિત્રતાને કારણે યુવતિના પરિવારજનો તરફથી ધમકીઓ મળતી હોઇ હત્યા થયાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.