લખતર તાલુકામાં ભ્રષ્ટાચારની ભરમાર તાલુકા પંચાયત દ્વારા ફાળવવામાં કરવામાં આવતા દરેક કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ - At This Time

લખતર તાલુકામાં ભ્રષ્ટાચારની ભરમાર તાલુકા પંચાયત દ્વારા ફાળવવામાં કરવામાં આવતા દરેક કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ


લખતર તાલુકામાં ભ્રષ્ટાચારની ભરમાર તાલુકા પંચાયત દ્વારા ફાળવવામાં કરવામાં આવતા દરેક કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લખતર તાલુકાના વડેખણ ગામના ચેક ડેમના વેસ્ટવીયરમાં ભ્રષ્ટાચાર કરાયાના ફોટા વિડીયો વાયરલ કરાયા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરાઈલખતર તાલુકાના 42 ગામમાં સરકારશ્રીની જુદીજુદી યોજના અંતર્ગત કરોડો રૂપિયાના કામ ફાળવવામાં આવી રહ્યા છે તેમાંથી શૌચાલય બનાવાયા વગર રૂપિયા ઉપાડી લેવા મનરેગા અંતર્ગત વનીકરણ યોજના અંતર્ગત ઓનલાઈન ફોટા હાજરી પુરવાની હોય છે છતાં ભ્રષ્ટાચાટીઓની હિંમતને દાદ દેવી પડે તેવું ખોટું કરાઈ રહ્યું છે જેમાં ફોટામાં નહોય તેવી વ્યક્તિઓની હાજરી પુરવી સહિતની ગેરરીતિ કરવામાં આવી રહ્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે 100 ચોમીના પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે વડેખણ ગામમાં ચેકડેમના વેસ્ટવીયરના કામમાં લોટ પાણીને લાકડા કરી આશરે 5 લાખ રૂપિયાના બિલ મૂકી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનું જણાવી જાગૃત આરટીઆઇ એક્ટિવિસ્ટ મુકેશ ડાભી દ્વારા મુખ્યમંત્રી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ગાંધીનગર અને દિલ્હી સુધી જઈ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયત્ન અને ભ્રષ્ટાચારીઓને બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે સાથે પ્રકાશ મકવાણા જેવા સંનિષ્ઠ અધિકારી તપાસના આદેશ આપે અથવા સરપંચને સસ્પેન્ડ કરે તો તેમની તુરંત બદલી કરાવી દે છે જેથી જિલ્લા અને તાલુકાના અધિકારીઓમાં બદલી થવાનો ભય અને ડર પેસી જાય અને તેઓ કોઈપણ અરજદારની રજૂઆતને ટલે ચડાવે તપાસ નાથાય અને તેમની જેતે પદાધિકારી તરીકેની ટર્મ પુરી થઈ જાય ત્યારે લખતર તાલુકાના જાગૃત નાગરિકોમાં એકજ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું લખતર તાલુકામાં ભ્રષ્ટાચારીઓનું જ રાજ છે તાલુકાની પ્રજાને યોગ્ય સુવિધા નહિ મળે લખતર તાલુકાને ભ્રષ્ટાચાર સામે લોકો માટે લડત આપે તેવો નેતા નહિ મળે આવા અનેક ઉત્તર વગરના પ્રશ્ન ચૌરે અને ચૌટે ચર્ચાઈ રહ્યા છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.