ભાસ્કર બિગ સ્ટોરી:હોરર કિલિંગ પછી કેદમાં કન્યાઓ: શાળા છૂટી, સ્માર્ટફોન પર પ્રતિબંધ, વહેલાં લગ્ન
હરિયાણાના ગામડાંઓમાં જ્યાં ઓનર કિલિંગ થાય છે, ત્યાં બીજી છોકરીઓ પર ક્યારેય ન સમાપ્ત થતા પ્રતિબંધોનો નવો રાઉન્ડ શરૂ થાય છે. ભાસ્કરે જ્યારે આ ગામડાઓમાં તપાસ કરી ત્યારે આ યુવતીઓની વેદના સ્પષ્ટ દેખાતી હતી. ઘણા વાલીઓ સ્કૂલ છોડાવી દે છે તથા સ્માર્ટફોન છીનવી લે છે અને તેમને સાદો ફોન આપે છે જેથી તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી. તેમનું બહાર નીકળવાનું બંધ છે. કોઈપણ અજાણી વ્યક્તિને મળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 8મા ધોરણનો એક વિદ્યાર્થી કહે છે કે ભૂલ કોઈ પણ કરે, અમારે પણ ભોગવવું પડશે. હરિયાણામાં દરરોજ કોઈને કોઈ ઓનર કિલિંગની ઘટના બને છે. પરંતુ, અમુક પસંદગીના બનાવો જ પ્રકાશમાં આવે છે. જુલાઈના પહેલા સપ્તાહમાં જ જીંદમાં આવો કિસ્સો બન્યો હતો, પરંતુ મીડિયા કે પોલીસને કોઈ સુરાગ નહોતો. એક દંપતિએ ગામમાંથી ભાગીને આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. પરિવારજનોને આ વાતની જાણ થતાં જ તેઓ ચંડીગઢથી કપલને પકડીને ગામમાં લઈ આવ્યા. બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પણ રાતોરાત કરવામાં આવ્યા હતા. આખા ગામમાં મૌન પાળ્યું. છેલ્લા 6 મહિનામાં ઓનર કિલિંગના 8 કેસ પ્રકાશમાં આવ્યા છે. ઓનર કિલિંગ કાયદાનો ડ્રાફ્ટ 14 વર્ષથી પેન્ડિંગ છે
જનવાદી મહિલા સમિતિના પ્રદેશ પ્રમુખ સવિતા કહે છે કે તે લગભગ 20 વર્ષથી ઓનર કિલિંગના કેસોમાં કાર્યકર્તા તરીકે કામ કરી રહી છે. આ અંગે અમે 2010માં રાષ્ટ્રીય સ્તરે વિશેષ કાયદો બનાવવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તે 14 વર્ષથી પેન્ડિંગ છે. ડ્રાફ્ટ બનાવનારી ટીમમાં સુપ્રીમ કોર્ટના વકીલો અને નિવૃત્ત જજો પણ સામેલ હતા. આ મુસદ્દો તત્કાલીન કાયદા પ્રધાન સદાનંદ ગૌડાને સોંપવામાં આવ્યો હતો, પરંતુ કંઈ થયું નહીં. કેસ-1; છોકરીઓને સિંદૂર લગાવી સ્કૂલ આવવાની ફરજ પડાઈ
શું થયું? કૈથલના કાયડક ગામમાં 6 ફેબ્રુઆરી 2024ના રોજ એક યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. 19 જૂન, 2024 ના રોજ બપોરે, સગીર ભાઈએ તેની બહેનને મળવા બોલાવી અને ગોળી મારી હત્યા કરી. હત્યા આંતરજ્ઞાતિય લગ્નના વિરોધમાં કરાઈ હતી. શું અસર થઈ? ધોરણ 7 થી 8 ની ઘણી છોકરીઓ સિંદૂર અને લાલ બંગડીઓ પહેરીને શાળાએ આવવા લાગી છે. પરિવારના સભ્યો કહે છે કે 5 વર્ષ પછી છોકરીને સાસરે મોકલી દેવાશે. તેઓને ડર છે કે તેમની પુત્રી ખોટું પગલું ભરી શકે છે. જ્યારે શિક્ષકોએ તેમને સમજાવવાની કોશિશ કરી તો છોકરીઓને સ્કૂલ મોકલવાનું બંધ કર્યું. કેસ-2; માતા-પિતાએ અભ્યાસ માટે વિદેશ મોકલવાની ના પાડી
શું થયું? બાલુ ગામની એક 18 વર્ષની યુવતીને હિસારના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. 14 સપ્ટેમ્બર 24ના રોજ યુવતીએ તેને ગામમાં બોલાવ્યો. જ્યારે પરિવારને આ વાતનો પવન ફૂંકાયો ત્યારે તેઓએ યુવતીનું ચુંદડી વડે ગળું દબાવીને હત્યા કરી નાખી. અગ્નિસંસ્કાર પણ કરવામાં આવ્યો હતો.
શું અસર થઈ? આ ઘટના બાદ ગામના લોકોએ તેમની દીકરીઓને અભ્યાસ માટે બહાર મોકલવા સામે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેમના માટે ખાસ ગુલાબી બસ ચલાવવામાં આવી છે, જે સવારે દીકરીઓને લઈ જાય છે અને સાંજે પાછી લઈ જાય છે. કેસ-3; કૉ-એજ્યુકેશનમાં છોકરીઓ ન ભણે: પંચાયત
શું થયું? 27 ફેબ્રુઆરીએ યમુનાનગર જિલ્લાના નાહરપુર ગામમાં 20 વર્ષની યુવતીની હત્યા કરવામાં આવી હતી. તેના પિતા અને કાકાએ તેના પરિવારની મરજી મુજબ લગ્ન ન કરવા બદલ તેની હત્યા કરી હતી. યુવતીને ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ હતો. શું અસર થઈ? જ્યારે જનવાદી મહિલા સમિતિના જિલ્લા અધિકારીઓએ અહીં મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે લગભગ 17 છોકરીઓએે તેમનો અભ્યાસ છોડી દેવામાં આવ્યો છે અને તેમને ઘરે મોકલી દેવાઈ છે. વાત કરતા ખબર પડી કે જો કોઈ યુવતીની મિત્રતા અંગે ફરિયાદ મળે તો તેના લગ્ન કરાય છે. કેસ-4; બજાર-હાટ, સામાજિક પ્રસંગોમાં છોકરીઓને મોકલવાનું બંધ
શું થયું? ગુરુગ્રામ પોલીસને 18 વર્ષની છોકરીના ગુમ થવાની ફરિયાદ મળી છે. યુવતી 31 જાન્યુઆરીના રોજ મિત્ર સાથે ગઈ હતી. પોલીસે યુવતીના પરિવારજનોને બોલાવીને પરિવારને સોંપી હતી. 3 ફેબ્રુઆરીએ પિતા, મોટા ભાઈ અને ત્રણ પુત્રોએ કારમાં ગળું દબાવી તેની હત્યા કરી હતી. શું અસર થઈ? અમે ગર્લ્સ કોલેજમાં જઈને તેમની સાથે વાત કરી ત્યારે ગ્રેજ્યુએશન કરી રહેલી યુવતીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ હવે અમારે કારમાં કોલેજ આવવું પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.