અમદાવાદની પોલીલોટ કંપનીના સંચાલક દ્વારા વડોદરાની યુવતી સાથે ઠગાઈ અને છેડતી - At This Time

અમદાવાદની પોલીલોટ કંપનીના સંચાલક દ્વારા વડોદરાની યુવતી સાથે ઠગાઈ અને છેડતી


વડોદરા,તા.10 ઓગષ્ટ 2022,બુધવારઅમદાવાદની કંપનીમાં કામ કરતી વડોદરાની મહિલાને કંપની માલિક અને તેની માતાએ લગ્ન માટે દબાણ કરી ઇનકાર કરતા ખોટા આક્ષેપ સાથે મહિલાને નોકરી પરથી તગેડી મૂકી વેતન અને કમિશન મળી રૂ. 4.87 લાખ ઉપરાંતનું મહેનતાણું નહીં ચૂકવી છેતરપિંડી તથા છેડતી અંગેનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે હરણી પોલીસે કંપની માલિક અને તેની માતા વિરુદ્ધ છેતરપિંડી, છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.  વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા દીપિકા બેન ( નામ બદલ્યું છે )એ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2020 દરમિયાન સમીર અશોકભાઈ પંચાલ રહે સૂર્યવંશ એપાર્ટમેન્ટ મોતીનગર નવરંગપુરા અમદાવાદ સાથે પરિચય થયો હતો તેમની ઈમ્પોર્ટ એક્સપોર્ટ અર્થેની પોલીલોટ કંપની નરોડા ખાતે આવેલી છે. સમીર પંચાલે મને કન્ટેનર દીઠ 30 હજારનું મહેનતાણું આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મારી કામગીરી સારી જણાવતા સમીર પંચાલને વાર્ષિક પાંચ લાખનું પેકેજ અને કન્ટેનર દીઠ 30 હજાર કમિશનનું વચન આપ્યું હતું. જેથી આ નોકરીની લાલચમાં તેમણે ગોત્રી વિસ્તારમાં આવેલી મલ્ટીનેશનલ કંપની છોડી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ બે મહિનામાં 13 કન્ટેનરના ઓર્ડર કંપનીને આપતા તેઓ કામથી પ્રભાવિત થયા હતા. જેથી ભવિષ્યમાં કંપનીમાં પાર્ટનર તરીકેનું આશ્વાસન પણ આપ્યું હતું. દરમિયાન સમીર પંચાલની માતા હંસાબેન પંચાલએ સમીર સાથે મારા લગ્ન અંગેનું દબાણ કર્યું હતું. જોકે સમીર દારૂ સહિતના નશાનો બંધાણી હોય હુંએ લગ્ન માટે ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ લગ્ન માટે વારંવાર દબાણ કરી મને માતા પુત્ર પરેશાન કરતા હતા. મારા માતા-પિતાના સમજાવવા છતાં સમીર અને તેના માતાએ લગ્ન માટે ફોન કરી  પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી વેતન મેળવવા તેમજ આ પરેશાનીથી છુટકારો મેળવવા પોલીસ કેસની ચીમકી આપતા સમીર ની માતાએ જણાવ્યું હતું કે ,સમીર ઉપર અગાઉથી ચાર પોલીસ કેસ છે. તારાથી થાય તે કરી લે. ગ્રાહકો તથા ફેસબુક મિત્રોને ખોટા મેસેજો કરી અફવા ફેલાવી હતી. અને સમીર પંચાલે ગ્રાહકોને મેઇલ કરી મારી વર્ણતુક અશોભનીય બતાવી કંપનીમાંથી બરતરફ કરી હતી. પરિણામે મારે ભવિષ્યના વેપાર અંગેના ફાયદાને નુકસાન પહોંચ્યું છે. આમ ચાલુ નોકરી પરથી તગેડી મૂકી 1.27 લાખનું વેતન અને 3.60 લાખનું કમિશન મને ચૂકવ્યું નથી. તેમજ અન્ય કોઈ કંપનીમાં પણ નોકરી કરવા દેતા ન હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.