ભાવનગર મહારાજાની પ્રેરણા થી ૧૧૦૦૦ બહેનોને સીવણ તાલીમ આપી આત્મનિર્ભર કરતી શિશુવિહાર સંસ્થા. ૧૨ બહેનોનું વિશેષ સન્માન રાજમતા શ્રી સંયુક્તાદેવી ના હસ્તે વિશ્વ મીતા દિવસે થશે
ભાવનગર મહારાજાની પ્રેરણા થી ૧૧૦૦૦ બહેનોને સીવણ તાલીમ આપી
આત્મનિર્ભર કરતી શિશુવિહાર સંસ્થા.
૧૨ બહેનોનું વિશેષ સન્માન રાજમતા શ્રી સંયુક્તાદેવી ના હસ્તે વિશ્વ મીતા દિવસે થશે
ભાવનગર મહારાજાની પ્રેરણા થી ૧૧૦૦૦ બહેનોને સીવણ તાલીમ આપી આત્મનિર્ભર કરતી શિશુવિહાર સંસ્થા ભારતીયોનાં સ્વાવલંબી જીવનમાંથી જ સ્વરાજ્યનો તાંતણો ખેંચાશે, તે વિચારે મહાત્મા ગાંધી દ્રઢ નિશ્ચયી હતા. તેઓએ વ્યક્તિના સ્વાવલંબનની કેળવણીને બુનિયાદી તાલીમ કહી અને તેના પ્રારંભે સ્ત્રીઓને સાંકળવા આગ્રહ રાખ્યો. ભાવનગરથી આનંદ મંગળ મંડળ પરિવારની બહેનોએ સ્વરાજ્ય માટેની સમાજ સુધારણાના ભાગરૂપે સીવણ તાલીમની શરૂઆત કરી. આનંદ મંગળ મંડળ પરિવારના બહેનો જ્યોતિ મંડળ ના ઉપક્રમે બહેનોનાં સામાજીક પ્રશ્નો ઉકેલતા. સહકારી ધોરણે હાટ ચલાવતા વિવિધ ઉત્સવો અને પર્વો ઉજવતા અને સ્વાવલંબી બનવા સીવણ ઉદ્યોગ શીખી પગભર થતા થયા. કરકસરભર્યા જીવન માટે કલ્પતરૂ સમાન સીવણનો સંચો પરિવારનો સભ્ય બને તે માટે જ્યોતિ મંડળના બહેનોએ પહેલ કરી.
૧૯૪૦ માં મકાનની સુવિધા તો ન હતી, આથી ભંગારમાંથી કેરોસીન અને તેલના ખાલી ડબ્બા વીણી લાકડાની વળી આધારે શેડ બન્યો, ભાવનગરના કેટલાક સંપન્ન કુટુંબોએ ઘરના સંચા વાપરવા આપ્યા. સીવણના સંચે પોતાના સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવતા, શ્રી લીલીબહેન દવે એ પોતાની આવડત બીજી જરૂરિયાતમંદ બહેનો સુધી પહોંચાડવા સેવા આપી અને પ્રવૃત્તિનો પ્રારંભ થયો.સીવણની તાલીમ એ માત્ર રોજગાર કે કરકસરયુક્ત વ્યવહારથી વિશેષ જીવનને રચનાત્મક બનાવવાની કળા તરીકે વિકસતા ૧૯૫૦ના ઉતરાર્ધમાં સીવણ અને એમ્બ્રોઈડરી વિકસ્યું. કપડાં ઉપરાંત રમકડાં, સુશોભન સામગ્રી, તેમ કાપડના અવનવા ઉપયોગો બજારમાં આવતા સીવણ ઊંચી રોજગારી આપવા શક્તિમાન થયું. અને શિશુવિહારમાં ભાઈઓ માટે પણ સીવણ તાલીમ વર્ગ શરૂ થયા.
બપોરનું ગૃહકાર્ય પૂર્ણ કરી બહેનોને ૨-૩૦ થી સાંજે ૪-૩૦ સુધી સીવણ તાલીમમાં આવે, અને ભાઈઓ માટે રાત્રે ૮-૩૦ થી ૧૦-૩૦ નો સમય રાખવામાં આવે તેવી વ્યવસ્થા સુંદર રીતે કાર્યાન્વિત થઇ. શ્રી મણિલાલ છ. બક્ષી તથા સ્વ. શ્રી લીલીબહેન દવેના પરિવારની આર્થિક સહાયમાંથી આજે સંસ્થા પ્રાંગણમાં સીવણ તાલીમ અંગે અલાયદુ ભવન છે, જ્યાં ૪૫ સંચાઓ ઉપર તાલીમ અપાય છે. સમાજના ગરીબ પરિવારો કે પછી વિધવા અસહાય માટે વિનામુલ્યે તાલીમ અને સાધનો આપતી સંસ્થાના પ્રવૃત્તિ અનુબંધમાં સ્વરાજ્યની કલ્પનામાં મુકાયેલ સમાન તકની ભાવનાના તાણા-વાણા માફક એક દોરે સાંધી લેવાઈ છે. છેલ્લા ૮૪ વર્ષથી ચાલતી સીવણ પ્રવૃત્તિના સંવાહકો પણ ભેખધારી બનીને રહ્યા. સવિશેષ ભાઈઓ માટે સીવણ તાલીમ શરૂ કરનાર શ્રી સોંડાભાઈ બારડ અને ત્યારબાદ તાલીમ આપતા શ્રી ધનંજયભાઈ ત્રિવેદીએ પોતે એક હાથે અપંગ હોવા છતાં ૩૦ વર્ષ સુધી પોતાની માફક બીજા અનેક યુવકોને તૈયાર કરી કારીગર બનાવ્યા છે. જ્યોતિ મંડળે આર્થિક રીતે નબળા ૩૯૦ તાલીમાર્થીઓને રૂ ૨૮.૧૫ લાખ ની સીવણ સંચાની સહાય આપી, અને જરૂરિયાતમંદ બહેનોને પ્રત્યક્ષ કામ આપી એક અનોખું ઉદાહરણ સ્થાપ્યું છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન માં સહયોગી થતાં સીવણ તાલીમાર્થી બહેનોએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં ૧,૭૫,૦૦૦ કાપડ ની થેલી તૈયાર કરી ઘર-ઘર સુધી પહોચાડી છે તેમ મકરસંક્રાંત પર્વ દરમ્યાન પતંગ ની દોરીથી વાહન ચાલકોને અકસ્માત ન થાય તે માટે ૫૦,૦૦૦ થી વધુ નેક બેલ્ટ તૈયાર કરી અભૂત પૂર્વ યોગદાન સામાજિક સુધારા ના ભાગરૂપે વહેતું થયું છે. સંસ્થાના સ્થાપક શ્રી માનભાઈ કહેતા કે “સીવણનો સંચો કલ્પતરૂ છે. જ્યાં ઘર હોય ત્યાં સીવણનો સંચો હોવો જ જોઈએ.”
શિશુવિહારનાં સીવણ તાલીમાર્થીઓની સંખ્યા ૧૧૦૦૦ થી વધુ થવા જાય છે. વર્ષ ૧૯૪૦ થી કોઈપણ સરકારી મદદ વિના ચાલતી જીવન ઘડતર ની પ્રવૃતિના લાભાર્થીઓનું સંમેલન થનાર છે જેમાં સીવણ સંચાથી પોતાના પરિવારને વિકસિત કરનાર ૧૨ બહેનોનું વિશેષ સન્માન રાજમતા શ્રી સંયુક્તા દેવી દ્વારા થશે જે વિશ્વ મીતા દિવસે નોંધનીય બને છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.