રક્ષાબંધન પર્વ નિમિત્તે તંત્રની ભેટ, મહિલાઓ, દસ વર્ષ સુધીના બાળકો મ્યુનિ.બસમાં મફત મુસાફરી કરી શકશે
અમદાવાદ,બુધવાર,10 ઓગસ્ટ,2022આજે શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી શહેરના વિવિધ રુટ ઉપર દોડાવવામાં
આવતી એ.એમ.ટી.એસ.બસમાં મહિલાઓ અને દસ વર્ષ સુધીની વયના બાળકો મફત મુસાફરી કરી શકશે
એ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ મહિલાઓ માટે દસ અને બાળકો માટે પાંચ
રુપિયા ટિકીટના દરની જાહેરાત કરાઈ હતી.ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે પ્રતિક્રીયા
આપતા કહયુ,રક્ષા
બંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જતી હોય છે.ભાઈ-બહેનના પવિત્ર
સંબંધના આ પર્વ નિમિત્તે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આઝાદી કા અમૃત
મહોત્સવના શુભ અવસરે મહિલાઓ અને દસ વર્ષ સુધીની વયના બાળકોને આખા દિવસ દરમિયાન
ફ્રી મુસાફરી કરી શકે એ માટેનો નિર્ણય તંત્ર તરફથી લેવામાં આવ્યો છે.
દર વર્ષે રક્ષાબંધન પર્વના દિવસે બહેનો માટે રુપિયા દસ અને
બાળકો માટે ટિકીટનો દર પાંચ રુપિયા રાખવામાં આવતો હોય છે.વર્ષ-૨૦૨૧-૨૨માં રક્ષા
બંધન પર્વ નિમિત્તે શહેરમાં ૫૫૯ બસ દોડાવવામાં આવી હતી.જેમાં ૨૦૪૦૨ મહિલા અને ૪૧૯૮
બાળકોએ મુસાફરી કરી હતી.ગત વર્ષે રક્ષાબંધન પર્વના દિવસે શહેરમાં કુલ ૨.૬૯ લાખ
મુસાફરોએ એ.એમ.ટી.એસ.બસમાં મુસાફરી કરી
હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.