માનવ કલ્યાણ યોજના અંતર્ગત જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી બન્યા આત્મનિર્ભર. - At This Time

માનવ કલ્યાણ યોજના અંતર્ગત જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી બન્યા આત્મનિર્ભર.


અંતરિયાળ ગામોમાં હસ્તકલા,હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા કારિગરોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ.
માનવકલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે,અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી શકે અથવા તેના ચાલુ કામ ને વધુ સારી રીતે આવક ઊભી કરી શકે.
નવતર યોજનાઓના નક્કર અમલીકરણના પરિણામે આજે ગુજરાતમાં બહેનોને અનેક ક્ષેત્રોમાં પોતાનું શક્તિ સામર્થ્ય દર્શાવવાની મળી તક.

અરવલ્લી જિલ્લાના જીતપુર ગામના હીનાબેન મિસ્ત્રી માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવી આત્મનિર્ભર
બન્યા છે. હીનાબેન નું કેવું છે કે સરકારની માનવ કલ્યાણ યોજના નો લાભ મેળવીને હું આર્થિક રીતે પગભર થઈ છું. આજે ગુજરાત રાજ્ય સરકાર અનેક યોજનાઓમાં લાભ આપી રહી છે.અને રાજ્યની મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બની રહી છે. સહાયમાં જે કપડા સીવા માટે સીવણ મશીન મળ્યું છે તેનાથી હું આર્થિક રીતે પગ પર બનીને મારા પરિવારને મદદ કરી રહી છું. માટે રાજ્ય સરકાર નો ખુબ ખુબ આભાર માનું છું.
નવતર યોજનાઓના નક્કર અમલીકરણના પરિણામે આજે ગુજરાતમાં બહેનોને અનેક ક્ષેત્રોમાં પોતાનું શક્તિ સામર્થ્ય દર્શાવવાની તક મળી રહી છે. રાજ્ય સરકારના અભિગમથી ઘર પરિવારના સામાજિક નિર્ણયો તેમજ આર્થિક નિર્ણયોમાં મહિલાઓના યોગદાનથી રાજ્યની વિકાસયાત્રામાં મહિલા શક્તિને સહભાગી થવાની તક મળી છે.આ યોજનામાં આર્થિક રીતે પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે ઓજારો/સાધનો આપવામાં આવે છે. જેનાથી લાભાર્થી પોતાના સ્વરોજગારની શરૂઆત કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.