નાવડા પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરાયું - At This Time

નાવડા પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરાયું


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ )
બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાની નવા નાવડા પ્રાથમિક શાળા માં વર્ષ 2024-25 ના ધોરણ બાળ વાટિકા થી 5 ના બાળ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 128 બાળકોએ ભાગ લીધેલ હતો. આ બાલમેલા માં માટીકામ, ચીટક કામ, છાપકામ, કાગળ કામ, રંગ પૂરણી, વેશ ભુષા, બાળ વાર્તા, બાળ રમતો, એક પાત્રિય અભિનય જેવા વિભાગો માં બાળકોએ હોંશે હોંશે ભાગ લઈ તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ ની પરિચય કરાવેલ. બાળ મેળા નું સમગ્ર આયોજન શાળા ના આચાર્ય દિલીપભાઈ તથા સ્ટાફ ના સર્વે શિક્ષકોના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.