પરિણીતાને પતિ,સાસુ-સસરાનો ત્રાસ : ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો’તો - At This Time

પરિણીતાને પતિ,સાસુ-સસરાનો ત્રાસ : ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો’તો


ગોવર્ધન ચોકમાં આંબેડકરનગરમાં રહેતા કિરણબેન રવિભાઈ સારીખડા(ઉ.વ.23)એ પતિ રવિભાઈ વિનુભાઈ સારીખડા, સસરા વિનુભાઇ સોમાભાઈ સારીખડા અને સાસુ લક્ષ્મીબેન વિનુભાઈ સારીખડા સામે ત્રાસ અંગેની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.
કિરણબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પિયરમાં છેલ્લા એક મહીના થી રહુ છુ અને ઘરકામ કરૂ છું અને મેં ધોરણ-બી.સી.એ સુધી અભ્યાસ કર્યો છે.મારા લગ્ન તા.06/11/2019 ના રોજ ઉપલેટાના ઈસરા ગામે રહેતા રવિભાઈ સારીખડા સાથે મારે ઘણા વર્ષોથી પ્રેમ સબંધ હતા બાદ અમોએ અમદાવાદ ખાતે કોર્ટ દ્વારા પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ અમો પતિ-પત્નિ ભાડાના મકાન માં રાજકોટ ખાતે રહેતા હતા અને લગ્ન બાદ મારા સાસુ સસરા,જેઠ-જેઠાણી અમે બધા પતિ પત્નિ જ્યા ભાડાના મકાન માં રહેતા ત્યા આંટો દેવા આવતા ત્યારે જ સાથે રહેલ છે અમો ક્યારેય મારા સાસરે ઈસરા ગામે રહેવા ગયા નથી.
આજથી ત્રણેક મહિના પહેલા મે મારા પતિનો મોબાઈલ જોતા તેમા કોઈ છોકરીના મેસેજ હતા જે મેં વાંચતા મને ખબર પડી કે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ છે બાદ મે મારા પતિના ફોન માંથી તે અન્ય સ્ત્રીને ફોન કર્યો તો તે અન્ય સ્ત્રીએ તેના તથા મારા પતિના ફોટા મને વોટ્સએપ માં મોકલ્યા હતા અને કહેલ કે હા તારા પતિ અને મારે પ્રેમ સબંધ છે અને મારે તારા પતિ સાથે લગ્ન કરવા છે તે તેના ઘરે થી જતી રેહજે બાદ મે આ વાત મારા પતિને વાત કરતા તેઓએ ઝઘડો કર્યો હતો.
પતિ અવાર નવાર ઘરે દારૂ પીને આવતા તેમજ તા. 28/09/2022 ના રોજ આશરે સાડા છએક વાગ્યાના અરસામાં અમો પતિ-પત્નિ વચ્ચે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોય જે બાબતે ઝઘડો થતા મારા પતિએ મને કહેલ કે મારે તુ નથી જોઈતી જતી રહે તેમ કહી મારી ઉપર હાથ ઉપાડી લીધો હતો તેમજ તેઓ કહેતા કે તારા બાપા પાસે થી પૈસા લેતી આવ તા.01/11ના રોજ પતિએ ઘરે આવી ઝઘડો કરી કહેવા લાગ્યા કે મારે તુ જોઈતી નથી તુ તારા પિયરે જતી રહે અને ઘરમાંથી કાઢી મૂકી હતી.જેથી હુ રેસકોર્ષમાં મહિલા ગાર્ડન પાસે ફીનાઇલ પી લીધું હતું.
સસરા જ્યારે ઘરે આવતા ત્યારે તેઓ કહેતા કે તું બાટકી છો તું અહીંથી જતી રહે તુ પહેલાથી જ નહોતી જોઈતી અને મારા સાસુ મને કહેતા કે મારા દિકરાને ગમતી હતી એટલે તેને રાખી છે બાકી તને રાખત જ નહી.આ અંગ સાસરિયાઓ સમાધાન કરવા માંગતા ન હોય જેથી ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.