નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોનું સકારાત્મક નિવારણ - At This Time

નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોનું સકારાત્મક નિવારણ


નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોનું સકારાત્મક નિવારણ

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જૂન માસની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદશ્રી, નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાના વિવિધ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે આ પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી.

સમસ્યાઓનો નિકાલ યોગ્ય રીતે થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ માટે જરુરી સૂચનાઓ સાથે દિશાદર્શન કર્યુ હતુ. ખાસ કરીને જાતિના અને જનજાતિના દાખલાઓ, વિદ્યાર્થીઓને જરુરી હોય તેવા દાખલાઓ સત્વરે કાઢી આપવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાનું જિલ્લા કલેક્ટરશ્રીએ અભિવાદન કર્યુ હતું.

બાકી રહેતા પેન્ડિંગ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટરશ્રીએ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને સૂચના આપી હતી. પેન્ડિંગ કાગળોના નિકાલ, પેન્શન કેસ, આર.ટી.આઈ.ના કેસ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી અને અધિકારીશ્રીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડયા, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંઘ, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને જનપ્રતિનિધિશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી દિલિપસિંહ ગોહિલે કર્યુ હતુ.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.