શિશુવિહાર ની પ્રવૃત્તિ મનુષ્યત્વ નું ભજન છે પ્રા . ડૉ.અરુણભાઈ દવે………..
શિશુવિહાર ની પ્રવૃત્તિ મનુષ્યત્વ નું ભજન છે
પ્રા . ડૉ.અરુણભાઈ દવે...........
ભાવનગર શિશુવિહાર ની પ્રવૃત્તિ મનુષ્યત્વ નું ભજન છે પ્રા . ડૉ.અરુણભાઈ દવે...........
ભાવનગરના લોકસેવક ડોક્ટર નિર્મળભાઈ ની સ્મૃતિમાં ૩૩ માં વર્ષે વૃદ્ધ જન સન્માન સમારંભ યોજાયો....
શિશુવિહાર પ્રાંગણમાં ૧૭ નવેમ્બરે ૩૦૦ થી વધુ વડીલોની ઉપસ્થિતિમાં યોજાયેલ વડીલ વંદના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર અરુણભાઈએ વૃદ્ધોને જીવનમાં સ્વીકાર. સહયોગ. અને સમર્પણ.ની ભૂમિકા અપનાવવા શીખ આપી હતી. આ પ્રસંગે નઈ તાલીમ ના વિચારને લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધારની પ્રવૃત્તિમાં ૮૦ વર્ષ સુધી યોગદાન આપનાર સર્વશ્રી શ્રી જીભાઈ ચૌહાણ . સુરસંગભાઈ ચૌહાણ. કાંતિભાઈ પરમાર .તથા ફાજલભાઈ નું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.... ભાવનગરના નાગરિકો દ્વારા આપવામાં આવેલ સ્મૃતિ ભેટ સાથે યોજાયેલ વૃદ્ધ જન સન્માન સમારંભ સમયે શિશુવિહાર સંસ્થાના મંત્રી ડો નાનકભાઈ ભટ્ટે શિશુવિહાર ના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા આજથી ૫૨. વર્ષ પહેલાં શરૂ કરાયેલ ભાવનગર વૃદ્ધાશ્રમ ની ભૂમિકા સ્પષ્ટ કરાઈ હતી. તથા ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત કર્યું હતું. શું રુચિ ભોજન સાથે સંપન્ન થયેલ સમારોહ માં સન્માનિત નાગરિકોએ વડીલોને મોટી ઉંમર છતાં પણ આનંદથી અને રસથી જીવન વ્યતિત કરવાની ઉપયોગી વાત કરી હતી.. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક ડોક્ટર છાયાબેન પારેખે તેમજ શિશુવિહાર સંસ્થા ના ચીફ કોર્ડીનેટર શ્રી હિનાબેન ભટ્ટે કર્યું હતું.... કાર્યક્રમના અંતે ડોક્ટર મનીષ વકીલે સૌનો આભાર માન્યો હતો..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.