ખેડૂતોને શાકભાજીના ભાવ પૂરતા ન મળતા શાકભાજી પશુઓને ખવડાવવા મજબૂર બન્યા.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા સમય પહેલા શાકભાજીનો ભાવ 80 થી 100 રૂપિયે પ્રતિ કિલો હતો અને ટામેટાનો ભાવ તો પ્રતિ કિલો 160 થી પણ વધી ગયો હતો જેને કારણે ગ્રાહકોને ક્યું શાક ખાવું તેને લઈને સવાલ થતો હતો પરંતુ હવે સ્થિતિ વિપરીત થઈ ગઈ છે થોડા દિવસોમાં જ શાકભાજીના ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે ચોમાસાની મોસમમાં શાકભાજીનું મબલખ ઉત્પાદન થવા લાગ્યું છે નવા શાકભાજી બજારમાં આવી રહ્યા છે પરંતુ શાકભાજીનો ભાવ નહિવત જેવો મળતાં ખેડૂતો પોતાનાં શાકભાજી પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે જેનો વીડિયો વાયરલ થયો છે સુરેન્દ્રનગરના થાનના માર્કેટ યાર્ડનો આ વીડિયો છે જેમાં જોઈ શકાય છે કે, માર્કેટમાં આવેલા ખેડૂતોએ પોતાના ભીંડા, રીંગણ સહિતના શાકભાજી પશુઓને ખવડાવી દીધા હતા. શાકભાજીના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે આ અંગે ખેડૂત આગેવાન રણછોડભાઈ એ જણાવ્યું કે, શરૂઆતમાં ખેડૂતોને શાકભાજીના ભાવ સારા મળ્યા બાદ હવે ભાવ એકદમ તળીયે જતા રહેતા અમે ના છૂટકે ઢોરોને શાકભાજી ખવડાવવા મજબુર બન્યા છીએ જ્યારે આ અંગે વેપારી આગેવાન રમેશભાઈ જણાવે છે કે, શરૂઆતમાં સારો વરસાદ નોંધાયા બાદ પછી બિલકુલ વરસાદ જ ના નોંધાતા શાકભાજીના ભાવો એકદમ તળીયે બેસી જતા આ કફોડી સ્થિતિ સર્જાઈ છે જેનો સૌથી વધુ માર ખેડૂતોને થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.