વડનગર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શર્મિષ્ઠા તળાવ ઓપનર થિયેટર ખાતે ઉજવણી કરવામાં આવી
વડનગર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શર્મિષ્ઠા તળાવ ઓપનર થિયેટર ખાતે ઉજવણી કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવા ની શરૂઆત કરી હતી. આ યોગ દિવસ ની ઉજવણી કેમ કરવામાં આવે છે. તેમાં કંઈ કાને શબ્દો નો અવાજ પડ્યો કે આજે એટલે કે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના. ગુરુ જી ની પુણ્યતિથિ નિમિત્તે એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે.
૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત શર્મિષ્ઠા તળાવ ઓપનર થિયેટર ખાતે ઉજવણી કરવામાં આવી તેમાં ભારત પતંજલિ યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી તેમાં ભક્તિયોગ સહજ યોગ , અને વિવિધ યોગ વિશે પણ વાત કરી હતી. યોગ કરવાથી શારીરિક, માનસિક, તનાવમુક્ત રહે છે. અને યોગ ક્ષેમ ચિત્તવૃત્તિ થી માનવી નું ક્રોધ ગુસ્સો તનાવમુક્ત રહે છે. તેથી દરેક માનવી યોગ કરવાથી શારીરિક માનસિક તનાવમુક્ત રહે પરંતુ આજે ભલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ તેની સાથે વૃક્ષો વાવવા નું કંઈ વિશે વિચારણા કરી ખરાં તો સાચો યોગ એટલે કુદરત ને પણ જતન કરવું જંગલો પહાડો નદીઓ વૃક્ષો જેવા કુદરતી સંપત્તિ નું રક્ષણ કરે તે પણ યોગ કરેલો હોય તે સાર્થક કર્યો કહેવાય.અને જો વધુ ઓક્સિજન યુક્ત વૃક્ષો વાવવા માં આવે તો પરમ પિતા પરમેશ્વર ની યોગી ક્રીયા થી અનુભૂતિ થાય તે જ પરમાત્મા!
આ પ્રસંગે વડનગર મામલતદાર એસ. એમ. સેંઘવ, વડનગર તાલુકા વિકાસ અધિકારી બી એમ ઝાલા. વડનગર પી આઈ ડી.બી ઝાલા, તથા વડનગર મામલતદાર કચેરી ના કર્મચારી ગણ તથા વડનગર નગરપાલિકાના કર્મચારી ગણ તથા નવીન સર્વ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વડનગર નવીન સર્વ વિદ્યાલય ના પ્રિન્સીપાલ રમેશભાઈ ચૌધરી તથા નવીન સર્વ વિદ્યાલય ના વ્યાયામ શિક્ષક લાલજીભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી જેવા યોગ નું શિક્ષણ આપ્યું હતું.વડનગર તાલુકા ના આંગણવાડી કાર્યકર અને આશા વર્કર મહિલા ઓ,મહેસાણા જિલ્લા પંચાયત ના સદસ્ય યશવંત સિંહ રાઠોડ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી મહેશભાઈ પટેલ,વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદી , મહેસાણા જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ,યુવા પ્રમુખ વીરલભાઈ પટેલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નો કાર્યક્રમ સફળ બાનાવ્યો હતો.
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.