રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા વહીવટીતંત્રને જરૂરી સૂચનો કરતાં મુખ્ય સચિવ રાજકુમાર
(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
*ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જરાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની તૈયાર
રાજ્યમાં ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ તેમજ આપદા મિત્રોને તાલીમ અપાશે ,રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.