રાજકોટ સાઇબર ફ્રોડના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી થોરાળા પોલીસ. - At This Time

રાજકોટ સાઇબર ફ્રોડના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી થોરાળા પોલીસ.


રાજકોટ શહેર તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી નાસતા-ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન સુરેશભાઇ જોગરાણા, રાકેશભાઇ બાલાસરા, સંજયભાઇ અલગોતર નાઓને સંયુક્ત રીતે હકિકત મળેલ કે, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં સાઇબર ફ્રોડના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી સાધુવાસવાણી રોડ, પ્રેમવતી રેસ્ટોરન્ટ પાસે ઉભેલ છે તે હકિકતના આધારે સ્ટાફ સાથે જગ્યાએ જઇ ઇસમને પકડી પુછપરછ કરતા ઇસમ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં સાઇબર ફ્રોડના ગુન્હામાં નાસતો-ફરતો હોય જેથી મજકુર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. થોરાળા પો.સ્ટે. BNS કલમ-૩૧૬(૨), ૩૧૮(૪) મુજબ આરોપી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી ઉ.૩૦ રહે.સાધુવાસવાણી રોડ ગીતાંજલી કોલેજ વાળી શેરીમાં રાજકોટ મુળ રહે.રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટી-૨ શેરીનં.૧ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image