આજે સિહોર ખાતે રામનવમી ના તહેવારની ઉજવણી કરવામાં આવી - At This Time

આજે સિહોર ખાતે રામનવમી ના તહેવારની ઉજવણી કરવામાં આવી


આજ રોજ રામનવમી ના પવિત્ર પર્વ મા સિહોર ની ધરોહર ઐતિહાસિક અને પૌરાણિક ગામની વચ્ચે આવેલ શ્રીઠાકરદ્વારા મંદિર ખાતે શ્રી રામલલ્લા ના જન્મોત્સવ નિમિત્તે પૂજારી શ્રીરામબાલકદાસજી દ્વારા પુરા વિધિવિધાન સાથે જન્મોત્સવ ની આરતીપુજા ના દર્શન કરાવવામાં આવેલ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું શ્રી પાબુજી મહારાજ ના મંદિરથી નીકળી શહેર ના રાજ માર્ગ પર સંપૂર્ણ દબદબા અને ધામધુમ પુર્વક રામજી ભગવાન ની શોભાયત્રા પસાર થઈ હતી અને જેનું સમાપન ઠાકરદ્વારા મંદિર ભગવાન રામલલ્લા ની મહાઆરતી સાથે થયેલ જેમાં અનેક મહાનુભાવો અને ગામના ભકતજનોની બહોળી હાજરી વચ્ચે આજનો જન્મોત્સવ પુરા ભક્તિ ભાવ સાથે સંપન થયેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ ગ્રામજનો અગ્રણીઓ બંદોબસ્ત માટે ખડે પગે રહેનાર પોલીસ અને હોમગર્ડ જવાનો જીઇબી સ્ટાફ પ્રીટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકાર મિત્રો તથા સેવક ભાઈનો શ્રી રામલલ્લા જન્મોત્સવ સમિતિ વતી ભરત મલુકા આભાર ની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.