રાજકોટમાં 9 વર્ષની બાળકીના ગળે છરી રાખી હિન્દીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી બે શખસે 88 હજાર લૂંટી ફરાર
ફેબ્રુઆરીની મધરાતે બંગાળી પરિવારના ઘરે મોઢે રૂમાલ બાંધી બે શખસે નવ વર્ષની બાળકીના ગળે છરી રાખી રૂ.88 હજારની લૂંટ ચલાવી હતી. આ લૂંટની ઘટના સીસીટીવીમાં કેક થઈ છે. જેમાં બે બુકાનીધારી બે શખસ જોવા મળી રહ્યા છે. તેમજ અન્ય એક શખસ પણ ઉભેલો નજરે પડે છે. બે બુકાનીધારી પૈકી એક શખસના હાથમાં છરી પણ જોવા મળે છે. જોકે આ અંગે કાસમાબેન મોહમદઓસમાણ હાસમઅલી શેખે ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.