મહુવા તાલુકાના ખેડૂતો ગગાડતા ડુંગળીના ભાવથી નિરાશ: ડુંગળીની આવકમાં થયો ધરખમ ઘટાડો; લખોની આવક હજારોમાં થઈ - At This Time

મહુવા તાલુકાના ખેડૂતો ગગાડતા ડુંગળીના ભાવથી નિરાશ: ડુંગળીની આવકમાં થયો ધરખમ ઘટાડો; લખોની આવક હજારોમાં થઈ


મહુવા તાલુકાના ખેડૂતો ગગાડતા ડુંગળીના ભાવથી નિરાશ: ડુંગળીની આવકમાં થયો ધરખમ ઘટાડો; લખોની આવક હજારોમાં થઈ

લાલ ડુંગળીની આવકમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં રોજ આવતી લાલ ડુંગળીની બોરી આજે હજારોની સંખ્યામાં જોવા મળી હતી. છેલ્લા ચાર દિવસથી ડુંગળીના ભાવ તળિયે જ હતા. ખેડૂત દ્વારા ડુંગળી લાવવામાં રોક લગાવવામાં આવી રહી છે.

ડુંગળી પકવતાં અમુક ખેડૂત મજબૂર થઈને પણ ડુંગળી વેચવા માટે APMC આવતા હોય છે. આમ નીચા ભાવ થતાં ડુંગળી પકવવા ખેડૂતને મજૂરીના ભાવ પણ નહીવત મળતા હોય છે. ખેડૂતને વેદના પ્રમાણે કહીએ તો આજે ડુંગળીના જે ભાવ મળી રહ્યા છે તે માત્ર ને માત્ર બિયારણના ભાવો જ મળતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે 300થી 400 રૂપિયાના ભાવે કઈ રીતે ખેડૂત ડુંગળી વેચે તે સમસ્યા ઉદભવી છે. આમ ખેડૂતને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.