આણંદ રૈયોલી લોકલ નાઈટ બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો - At This Time

આણંદ રૈયોલી લોકલ નાઈટ બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો


ગુજરાત સરકારનું એસ.ટી નિગમ મુસાફર જનતાની સુવિધા માટે અનેક નવી બસો તથા અલગ અલગ નવા નવા રૂટને મંજૂરી આપી સુવિધા પુરું પાડી રહ્યું છે. સરકારના આ અભિગમનો લાભ મળે તે માટે મહિસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ને આણંદ થી રૈયોલી નાઈટ બસ સેવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકારને અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી ત્યારે આ વાત ધ્યાને લઈને આણંદ થી રૈયોલી ડાયનાસોર પાર્ક બસ સેવાનો તારીખ 2 7 2024 ના રોજ થી નાઈટ બસનો શુભારંભ કરવામાં આવ્યો છે

આ બસ આણંદ થી 5:10 વાગે આણંદ થી ઉપડી ને વાયા ભાલેજ ઉમરેઠ ડાકોર ઠાસરા પીપલવાળા ફાગવેલ બાલાસિનોર ને રૈયોલી 8:15 વાગે રાત્રે પહોંચશે જે બસ સવારે રૈયોલીથી 5: 45 વાગે સવારે રૈયોલી થી ઉપડી બાલાસિનોર ફાગવેલ પીપલવાળા ઠાસરા ડાકોર ઉમરેઠ ભાલેજ થઈને આણંદ મુકામે જશે આમ રૈયોલી તેમ જ આજુબાજુની મુસાફર જનતાને લાભ મળશે

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.