પ્રિન્ટિંગ પ્રેસ એજન્સી,યુનિવર્સિટીના સ્ટાફની સઘન પૂછપરછ, પોલીસ-FSLની બંધબારણે તપાસ
સોમવારે સાંજે ફરી ક્રાઈમ બ્રાંચ, ભક્તિનગર પોલીસ અને FSLની ટીમ યુનિવર્સિટી પહોંચી
મેઈન બિલ્ડિંગ ચારેબાજુથી બંધ કરી તપાસ આદરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ અને બી.કોમ.ના પેપર લીક થયાની ઘટનામાં પાંચ દિવસ થવા છતાં હજુ પણ માત્ર અટકળો જ ચાલી રહી છે. ત્યારે સોમવારે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એફએસએલની ટીમ, ક્રાઈમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસ સહિતનો કાફલો કેમ્પસ પર પહોંચ્યો હતો અને કુલપતિ સહિતના સત્તાધીશો સાથે બંધબારણે બેઠક કરી હતી. પોલીસ પેપર પ્રિન્ટિંગ એજન્સીનો સ્ટાફ અને યુનિવર્સિટીના કર્મચારીઓ જે પેપર મોકલવા સંબંધિત કામગીરી કરે છે તેમને સાથે રાખીને તપાસ આદરી છે, કર્મચારીઓના સોમવારે પણ મૌખિક નિવેદન લેવાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.