ખાટડી દુધઈ ગામોમાં જ્યોતિગ્રામ યોજના બની ઝબુક વિજળી યોજના
*ખાટડી એસ.એસ.મા ૨૪ કલાક માં ૨૭ ટ્રીપ સાથે જ્યોતિગ્રામ યોજના બની ઝબુક વિજળી*
મુળી તાલુકાનાં ખાટડી આવેલ વિજ સબ સ્ટેશનમાં થી દુધઈ ખાટડી સાથે અન્ય ગામોમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગામડાં માં વિજ પુરવઠો ફાળવવા માં આવે છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી જ્યોતિગ્રામ યોજના લાઈનમાં ૨૪ કલાક માં ૨૭ ટ્રીપ આવે છે અને ઝબુક વિજળી યોજના હોય તેમ લોકો કહી રહ્યા છે આ બાબતે સબ સ્ટેશનમાં સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે લાઈન ફોલ્ટ સતત રહ્યાં કરે છે તેનાં કારણે લાઈન માં વિજ પુરવઠો નિયમિત રીતે ચાલતો નથી અને લાઈનમેન ફાળવણી કરવામાં ઉચ્ચ અધિકારીઓ નિષ્ફળતા મળી હોય તેમ હોય જેમાં લાઈન ઉપર પોલ પર વૃક્ષ વેલ ચડી જવા પામી છે તેનાં કારણે હોય શકે અથવા આ જ્યોતિગ્રામ યોજના લાઈનમાં લંગર નાખી કોઈ પાવરચોરી કરતું હોય ત્યારે વિજ પુરવઠો બંધ થાય છે માટે ટ્રીપ આપવામાં આવે છે ખરેખર ઉનાળામાં પોલ ને અર્થિગ થતાં વૃક્ષ વેલ ને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આ કોઈ કામગીરી આ લાઈન ઉપર થયેલ નથી અને તાર વાયર પણ વર્ષો જુના હોય તેનું રીપેરીંગ કામ કરવામાં આવેલ નથી તે કારણો પણ હોય છે લોકો દ્વારા કહેવામાં આવે છે કે જો ઉનાળામાં જ્યોતિગ્રામ યોજના લાઈનમાં ફોલ્ટ સર્જાતા હોય તો ચોમાસામાં આ વિજ લાઈનમાં વિજ પુરવઠો કેવી રીતે ચાલશે? આ બાબતે ઉચ્ચ અધિકારીઓ નો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ ફોન રિસિવ કરવાની તસ્દી લીધી નહોતી ત્યારે જ્યોતિગ્રામ યોજના હવે ઝબુક વિજળી યોજના ગામડાં ઓ માં બની ચુકી છે
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.