આજે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ , (NGO) ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સિહોર પોલીસ સ્ટાફ ના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી ખાતે નાની બાળાઓ સહિત બટુકભોજન તેમજ કટલેરી ગિફ્ટ આપવામાં આવી
*સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ , (NGO) ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સિહોર પોલીસ સ્ટાફ ના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી ખાતે નાની બાળાઓ સહિત બટુકભોજન તેમજ કટલેરી ગિફ્ટ આપવામાં આવી* સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ,(NGO)ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સિહોર,સિહોર પોલીસ સ્ટાફ તેમજ અન્ય દાતાઓ ના સંયુક્ત ઉપક્રમે તા.23.7.24 બુધવાર ના રોજ સિહોર ના છેવાડા અને ઉંચા ડુંગરાળ વિસ્તારમાં આવેલ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી (ઘટક -સિહોર ) ભાડા ના મકાન માં કાર્યરત એવી આંગણવાડી કોડ નં.3 રાજગોર શેરી સિહોર ના સંચાલક કાજલબેન પંચાસરા ના સહયોગ થી તેમજ PLV મેમ્બર હરીશભાઈ પવાર તેમજ( NGO) ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અરૂણાબેન પંડ્યા,સુરેશભાઈ ભટ્ટ(મુંબઈ)હીનાબેન ઠકકર(મુંબઈ), જ્યોત્સના બેન ત્રિવેદી, ખોજા સમાજ ના અગ્રણી મુખ્તારભાઈ (સાબુ વાળા)સહિત સમાજના અગ્રણીઓ તેમજ સિહોર સ્ટેશન ના પોલીસ સ્ટાફ,GRD જવાન વિજયભાઈ ભાટવાસીયા,TRB જવાન જીગ્નેશભાઈ વાઢેર તેમજ નામી અનામી દાતાશ્રીઓ ની ઉપસ્થિતિ તેમજ તેમના સહયોગથી નાની બાળાઓ નું જયાપાર્વતી વ્રત નિમિતે આશરે 30 થી વધુ બાળાઓ ને ખાસ તેમની લાગણી અને માંગણી સાથે પોતાને ભાવતું પૌષ્ટિક આહાર ભોજન ખીર,પૂરી, મસાલા ચણા,બટેટા સૂકી ભાજી,તેમજ ભૂંગળા તેમજ ગોરણી કરી અને કટલેરી સહિત ની વસ્તુઓ આપી અને માતા 64 જોગણી ઓ તેમજ નવદુર્ગા જગદંબા આ બાળ સ્વરૂપ સાથે બાળાઓ એ રાજીપો વ્યકત કરી આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટર અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.