મહિલા સંચાલિકા કુટણખાનામાં અમદાવાદથી લલના બોલાવી ગ્રાહક પાસેથી 1500 ઉઘરાવી 1000 પોતે રાખી 500 લલનાને આપતી
બે દિવસ પહેલા જેતપુરમાં કારખાનામાંથી કુટણખાનું ઝડપયા બાદ રાજકોટ શહેરમાં પણ એક મકાનમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતીકાનગર શેરી નં.1માં મકાનમાં મહિલા સંચાલિત કુટણખાના પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી સંચાલિકા તેમજ ગ્રાહકને ઝડપી પાડયા હતા. ગ્રાહક મહિલા સાથે અંગત પળો માણતો હતો, એવા સમયે જ પોલીસ પહોંચતા બન્ને કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેથી સંચાલિકા તેમજ ગ્રાહક સામે ઈમોરલ ટ્રાફિક એકટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મકાનમાંથી કોન્ડમ સહિતની વસ્તુઓ મળી આવતા પોલીસ દ્વારા કબજે લેવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.