જસદણ સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરો: આરોગ્ય તંત્ર જાગે - At This Time

જસદણ સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરો: આરોગ્ય તંત્ર જાગે


જસદણ સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરો: આરોગ્ય તંત્ર જાગે
જસદણની સરકારી હોસ્પિટલને લાંબા સમયથી સરકાર દ્વારા અપગ્રેડ કરવામાં આવી છે પણ સરકાર દ્વારા જ આ હોસ્પિટલમાં પુરતા વાહનો દવાઓ ડોકટરો સ્ટાફ જ મુકવામાં આવ્યો નથી એમ સામાજીક કાર્યકર અમરશી રાઠોડ એ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જસદણમાં અત્યારે પણ મોટાં ભાગના દર્દીઓને વધું સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યાં છે ત્યારે અપગ્રેડનો અર્થ શું? હાલ અધિક્ષક ગાયનેક વિભાગમાં ડોકટરોની કામગીરી સારી છે કેટલાંક ડોકટરો માત્ર એક કલાક આવે છે ત્યારે વિવિધ ડોકટરોની જરૂર હોવા છતાં ડોકટરોને કાયમી કેમ કરવામાં આવતાં નથી? જસદણ શહેર અને તાલુકાના દર્દીઓ વર્ષોથી વિવિધ નિષ્ણાત કાયમી ડોકટરોની ભરતી ન હોવાને કારણે હેરાન થાય છે ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર શા માટે કાયમી ડોક્ટરોની ભરતી કરતાં નથી આના કારણે દર્દીઓને સારવાર માટે ખાનગી અથવા રાજકોટ સરકારી હોસ્પિટલમાં જવું પડે છે આમેય જસદણ તાલુકો આર્થિક રીતે પછાત છે પણ રાજયના આરોગ્ય તંત્રના કારણે ગરીબ દર્દીઓને પડ્યાં પર પાટુ મારવાનું ક્રૃત્ય આરોગ્ય તંત્ર કરી રહ્યું છે અમરશી રાઠોડ એ છેલ્લે જણાવ્યું હતું કે જસદણની આ હોસ્પિટલ અપગ્રેડ થવાની જાહેરાતને એક વર્ષ કરતાં પણ સમય વિતી ગયો પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે કાયમી કેટલાંય ડોક્ટરો નથી પુરતી દવાઓ હોતી નથી ત્યારે આરોગ્ય તંત્ર પોતાની ઊંઘ ઉડાડી હોસ્પિટલમાં ઘટતું પૂરી આપે નહિતર દર્દીઓની હાલત આવી જ રેહવાની છે તેમ સામાજિક કાર્યકર અમરશી રાઠોડ એ જણાવ્યું હતું.

રિપોર્ટ: હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.