ભાસ્કર ખાસ:હવે જેન જીમાં ડ્રીમ જોબ- હાઈ સેલરીનો મોહ રહ્યો નથી, તેના બદલે 51% યુવાનો લાઈફ બેલેન્સને વધુ મહત્ત્વ આપી રહ્યા છે - At This Time

ભાસ્કર ખાસ:હવે જેન જીમાં ડ્રીમ જોબ- હાઈ સેલરીનો મોહ રહ્યો નથી, તેના બદલે 51% યુવાનો લાઈફ બેલેન્સને વધુ મહત્ત્વ આપી રહ્યા છે


એક સમય હતો જ્યારે ડ્રીમ જોબ એટલે સપનાંની નોકરીનો અર્થ હતો ઊંચો પગાર, મોટી ઓફિસ અને પસંદગીની એમએનસી કંપની થતો હતો. પરંતુ જેન જી (1996 અને 2012 વચ્ચે જન્મેલી પેઢી) માટે આવી ડ્રીમ જોબની ઈચ્છા સમાપ્ત થઈ ગઈ છે. હવે તેમના માટે ડ્રીમ જોબનો માપદંડ બદલાઈ રહ્યો છે. આ પેઢી માટે નોકરીમાં પૈસા અને પ્રતિષ્ઠા કરતાં માનસિક શાંતિ, કાર્ય જીવન સંતુલન અને આત્મસંતોષ વધુ મહત્ત્વનો બની ગયો છે.
તાજેતરના સરવે અનુસાર 51%થી વધુ જેન જીનું કહેવું છે કે તેઓ ઉચ્ચ પગાર કરતાં કામમાં માનસિક શાંતિ અને વર્ક લાઈફ બેલેન્સને મહત્ત્વ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે પગાર ગમે તેટલો વધુ કેમ ના હોય પરંતુ જો નોકરી તણાવ અને થાકનું કારણ બને તો તે તેમના માટે આદર્શ ન હોઈ શકે. કોરોનામાં પછી જ્યારે વિશ્વભરમાં ‘વર્ક ફ્રોમ હોમ’’નો ટ્રેન્ડ વધ્યો ત્યારે જેન જીએ નવા કામકાજના માળખા સાથે હાથ મિલાવ્યો હતો. તેમાં માટે વર્ક ફ્રોમ હોમ કામની સાથે આઝાદી પણ મળતી હતી. હવે તેઓ એવી કંપનીઓમાં કામ કરવાનું પસંદ નથી કરી રહ્યા જેમાં તેમણે ‘ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ’’ અને ‘વર્ક લાઈફ બેલેન્સ’’ની સુવિધા આપે છે. આ સિવાય જેન જીની વિચારસરણીમાં પરિવર્તન પાછળનું મુખ્ય કારણ મોટા પાયે છટણી પણ છે. જેન જીમાં પણ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધી છે. તેઓ માને છે કે તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે તણાવમુક્ત જીવન જીવવું જરૂરી છે. કંપનીઓ જેન જીની જરૂરિયાત મુજબ ઢાળી રહી છે
કંપનીઓ હવે ખુદને જેન જીની જરૂરિયાતોના હિસાબે ઢાળી રહી છે. તેના લીધે હવે ભવિષ્યમાં નોકરીઓનું સ્વરૂપ બદલાશે. સરવે મુજબ, જો કંપનીઓ આ બદલતા દ્રષ્ટિકોણને નહીં સમજે અને તેની કાર્યપ્રણાલીમાં ફેરફાર નહીં કરે તો તેમને ટેલેન્ટના અભાવનો સામનો કરવો પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.