સોના-ચાંદીના વેપારી સાથે રૂ.39.24 લાખની છેતરપીંડી - At This Time

સોના-ચાંદીના વેપારી સાથે રૂ.39.24 લાખની છેતરપીંડી


બ્રહ્મણીયાપરામાં સોના-ચાંદીના વેપારી સાથે એપીએસ સિક્યુર લોજીસ્ટિક કાર્ગો કંપનીના મેનેજર અશોક ત્યાગી અને ટોળકીએ બિહાર મોકલેલ રૂ.39.24 લાખના દગીનાનું પાર્સલ બારોબાર ચાંઉ કરી છેતરપીંડી આચરતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે અમીન માર્ગ પર એસ્ટ્રોન સોસાયટીમાં રહેતાં મહેશભાઇ હરજીભાઇ ગરસોંદીયા (ઉ.વ.47) એ નોંધાયેલ ફરીયાદમાં આરોપી તરીકે અશોક ત્યાગી એપીએસ સેક્યુર લોજીસ્ટિક કંપની દિલ્હી ખાતેના બ્રાન્ચ મેનેજરનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પેડક રોડ બાલક હનુમાન મંદીરની સામે બ્રહ્મણીયાપરામાં શિવ એન્ટરપ્રાઇઝ નામે છેલ્લા 17 વર્ષથી પેઢી ચલાવે છે. સોના-ચાંદીના દાગીના ઓર્ડર મુજબ બનાવી વેચાણ કરી વેપાર કરે છે.
પાંચેક વર્ષ પહેલા ઉદયભાઇ પેઢી પર આવેલા અને તેઓ ઉદય કાર્ગોના માલીક કે જે સોના-ચાંદીના કુરીયર લેવા મોકલવાની પેઢી સંતકબીર રોડ ગઢીયા નગર રાજકોટ ખાતે ચલાવે છે. તમારે કોઇ સોના ચાંદીના કુરીયર બહાર મોકલવાના હોય તો મને કહેજો તેમ કહેલ અને તેની સાથે કંપની બાબતે ચર્ચા થયેલ હતી.
ત્યારબાદ પેઢીમાંથી ઉદયભાઇની ઉદય કાર્ગો કંપની મારફતે સોના-ચાંદીના દાગીનાના ચાર પાંચ વખત પાર્સલ પટના તથા મજફરપુર તથા સાસારામ (બિહાર) મોકલેલ હતાં. બે-અઢી વર્ષ પહેલા ઉદય કાર્ગો નામની કંપની બંધ કરી દિધેલ હતી. દોઢેક વર્ષ પહેલા ઉદયભાઈ તથા અશોક ત્યાગી પેઢી ખાતે આવેલા અને ઉદયભાઇએ જણાવેલ કે, મે મારી ઉદય કાર્ગો નામની કંપની બંધ કરી દિધેલ છે અને હાલ હું એપીએસ સેક્યુર લોજીસ્ટિક કંપનીમાં જોડાયેલ છું અને હું પટના (બિહાર) ખાતેની બ્રાંચ સંભાળુ છું અને રણછોડનગર ભીમા લુણાગરીયા વાળી શેરીમાં આવેલ બ્રાન્ચ અશોક ત્યાગી સંભાળે છે અને જે દિલ્હી ખાતેની ઓફીસે બેસીને અન્ય બ્રાન્ચ પણ સંભાળે છે.
કંપનીમા મારૂ પહેલા જેવુ જ કામ છે તો હવે તમે અમારી કંપનીમા પાર્સલ મોકલજો તેમ ચર્ચા થયેલ હતી. ત્યારબાદ ચારેક મહિનામા બે વખત અશોક ત્યાગી પેઢી ખાતે આવેલ અને અમારી કંપનીમા પાર્સલ મોકલો તમને કોઇ જાતનો વાંધો નહીં આવે તેમ વાત કરેલ અને બે ત્રણ પેઢી વાળાઓના રેફરન્સ પણ આપેલ હતા. રાજકોટની બ્રાન્ચના પાર્સલ કલેક્શન માટે વિનોદભાઇ મલીક આવશે અને તે અહીંયા રાજકોટ બ્રાન્ચનું કામ સંભાળે છે તેમ જણાવેલ હતું.
ત્યારબાદ ફરિયાદીએ પેઢીમાંથી પ્રથમ વર્ષ 2024 મે મહિનામાં સોનાના દાગીનાનું પાર્સલ મુજફરપુર મોકલવાનું હોય જેથી તે કંપનીની રાજકોટ બ્રાન્ચ સંભાળતા વિનોદભાઇ મલીકનો સંપર્ક કરેલ અને પાર્સલ મુજફરપુર મોકલવાનું છે તેમ જણાવતા તેઓ પેઢી ખાતે આવેલ અને ત્યારે અશોક ત્યાગી સાથે ફોન કરીને જાણ કરેલ કે, શિવ એન્ટરપ્રાઇઝ વાળા મહેશભાઇને મુજફરપુરનું પાર્સલ મોકલવાનું હોય જેથી હું પાર્સલ કલેક્ટ કરવા માટે આવેલ છું. ત્યારે તે પાર્સલમા 14 લાખના સોનાના દાગીના મોકલેલ હતા જે મુજફરપુરમાં મની અલંકાર નામની પેઢીને પહોચી ગયેલ હતા.
ત્યારબાદ તા.29/06/2024 ના મુજફરપુર ખાતેની મની અલંકાર નામની પેઢીને પાર્સલ મોકલેલ હતુ જે પાર્સલ પણ વિનોદભાઇ મલીક લેવા આવેલ અને તે પાર્સલ પણ પહોંચી ગયેલ હતુ. ત્યારબાદ તા.12/07/2024 ના સોનાના દાગીના વજન - 665.620 ગ્રામ 18 કેરેટના દાગીના જેની કિ.રૂ.39,24,995 વાળુ પાર્સલ કલેક્શન કરનાર વિનોદભાઇ મલીકને આપેલ અને જે પાર્સલ મુજફરપુર (બિહાર)ની મની અલંકાર નામની પેઢીને મોકલેલ હતુ. જે પાર્સલ મળ્યા બદલની તે કંપનીના પાર્સલ કલેક્શન કરનાર વિનોદભાઈ મલીકે પહોંચ લખી આપેલ હતી.
ત્યારબાદ તા.15/07/2024 ના મની અલંકાર પેઢી વાળા સુર્યામનીભાઈને પાર્સલ મળેલ છે કે કેમ ? તેના વેરીફીકેશન માટે ફોન કરતા તેઓએ પાર્સલ નહીં મળેલાનું જણાવેલ હતું. જેથી એપીએસ સેક્યુરની વેબસાઇટ ઉપર પાર્સલ ટ્રેકીંગમા જોતા પાર્સલ દિલ્હીથી નીકળી ગયેલાનું દેખાડતા હતા. જેથી ઉદયભાઈ પટનાના બ્રાન્ચ મેનેજરને ફોન કરી પાર્સલ બાબતે વાત કરતા જણાવેલ કે, ગઇ તા.12/07/2024 નું પાર્સલ દિલ્હી ખાતેથી પટના(બિહાર) આવવા માટે નીકળેલ પરંતુ પટના મળેલ નથી જે દિલ્હીથી પટના વચ્ચે ગુમ થઇ ગયેલ છે.
જેની હાલ હું તપાસ કરૂ છું, જેથી આટલુ મોટુ પાર્સલ કેવી રીતે ગુમ થઇ જાય અને તે પાર્સલ ક્યાંથી ગુમ થયેલ છે તેની માહિતી આપો જેથી ઉદયએ જણાવેલ કે, મારી પાસે પુરી માહિતી નથી હું ત્રણ ચાર દિવસમા માહિતી મેળવીને તમને જાણ કરીશ.
બે દિવસ બાદ અશોક ત્યાગી દિલ્હી ઓફીસના મેનેજરને ફોન કરેલ કે, મે ગઇ તા.12/07/2024 ના રોજ રાજકોટથી મુજફરપુર પાર્સલ મોકલેલ હતુ તે ક્યાં ગુમ થયેલ છે પૂછતાં તેને જણાવેલ કે, તમારૂ પાર્સલ દિલ્હીથી પટના ટ્રેન દ્વારા મોકલવાનું હતું. જેથી દિલ્હીની ઓફીસનો એક માણસ તમારૂ પાર્સલ લઇ દિલ્હી રેલવે સ્ટેશન પર દિનેશ નામના વ્યક્તિને આપેલ હતુ, પરંતુ પાર્સલ પટના મળેલ નહીં જેથી પાર્સલ બાબતે દિનેશ શાહીને પુછતા જણાવેલ કે, તમારૂ પાર્સલ આપવા માટે માણસ આવેલ હતો પરંતુ હું અન્ય કામમા રોકાયેલ હોય જેથી પાર્સલ રિસીવ કરેલ ન હતુ.
તમારો માણસ ત્યાં પાર્સલ મુકીને ગયેલ કે પરત સાથે લેતો ગયેલ તે બાબતે મને જાણ નથી અને જે માણસ પાર્સલ આપવા ગયેલ હતો તેને પુછતા જણાવેલ કે પાર્સલ દિનેશ શાહીને હાથમા આપેલ હતુ. બાદમાં અશોકને ત્યાં દિલ્હીથી પાર્સલ ગુમ થયેલ છે તો ત્યાં દિલ્હી ખાતે ફરીયાદ કરવા અને તેની એફ.આઈ.આર.ની કોપી આપવા જણાવેલ પરંતુ તેઓએ તે બાબતે કોઈ સરખો પ્રત્યુતર આપેલ નહીં અને અશોક ત્યાગીને જણાવેલ કે તમારી ઓફીસથી પાર્સલ ગયેલ છે તો પાર્સલની જવાબદારિ તમારી જ રહે તો તમો મને પાર્સલ આપો અથવા પાર્સલના રૂપિયા આપો જેથી તેને જણાવેલ કે, હું અમારા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર સાથે ચર્ચા કરીને તમને જવાબ આપીશ.
બાદમાં દશેક દિવસ બાદ અશોક ત્યાગી રાજકોટ પેઢીએ આવેલા અને જણાવેલ કે, તમારા પાર્સલના પુરા રૂપિયા એક સાથે નહીં ચુકવી શકુ જેથી તમો મને સમય આપો તો હું તમને કટકે કટકે પાર્સલના રૂપિયા ચુકવી આપુ જેથી તેની સિક્યુરીટી પેટે બેન્કના ચેક માંગેલ અને લખાણ કરી આપવા જણાવેલ તો તેને હાલ ચેકબુક સાથે નથી અને હું તા.18/10/2024 ના પરત રાજકોટ આવવાનું છું ત્યારે તમને લખાણ કરી આપીશ અને ચેક પણ આપીશ તેમ જણાવેલ હતું1.
બાદ ગઇ તા.18/10/2024 ના અશોક ત્યાગી રાજકોટ આવેલો નહીં અને તેમને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં અને તેની રાજકોટ ખાતેની ઓફીસે તપાસ કરતા મકાન માલીકે જણાવેલ કે, કંપની વાળા ચાર પાંચ દિવસ પહેલા ઓફીસ ખાલી કરીને જતા રહેલ છે. જેથી કંપનીના એમ.ડી. મનીશ ગુપ્તાને ફોન કરીને જાણ કરતા તેઓએ જણાવેલ કે, બન્ને અલગ અલગ ઓફીસ ચલાવીએ છીએ જેમા અમારી કોઈ જવાબદારી નથી. જે બાદ ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image