ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાં દારૂનો વેપાર કરવા સંગઠીત થઇ આર્થીક લાભ મેળવવા સારૂ રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ક્રેટા તથા ઇકો ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ. ૧૦,૨૫,૫૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ સાબરકાંઠા - At This Time

ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાં દારૂનો વેપાર કરવા સંગઠીત થઇ આર્થીક લાભ મેળવવા સારૂ રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ક્રેટા તથા ઇકો ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ. ૧૦,૨૫,૫૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ સાબરકાંઠા


સાબરકાંઠા જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દેશી તથા વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. તથા એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.હે.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ તથા ડ્રા.પો.કો.રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોકત ટીમના માણસો તા.૦૩/૦૧/૨૦૨૫ના હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં હિંમતનગર વક્તાપુર સાંઇ મંદીર આગળ રોડ ઉપર પ્રોહી વોચમાં હતા તે દરમ્યાન અ.પો.કો. ધવલકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “એક સફેદ કલરની હુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નંબર-GJ.01.HY.8437 માં એક ઇસમ રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઇડર થઇ હિંમતનગર તરફ આવનાર છે અને તેની આગળ બે સફેદ કલરની મારૂતી ઇકો ગાડીઓ જેમાં એક ઇકો ગાડી નંબર-GJ.09.BJ.8857 તથા બીજી નંબર વગરની ઇકો ગાડીઓથી ક્રેટા ગાડી નંબર-GJ.01.HY.8437 નું પાઇલોટીંગ કરે છે..” જે બાતમી હકીકત આધારે વક્તાપુર સાંઇ મંદીર આગળ રોડ ઉપર નાકાબંધી કરી ઇડર તરફથી આવતા વાહનોની વોચમાં હતા તે દરમ્યાન ઇડર તરફથી બાતમી મુજબની પાયલોટીંગ કરતી ઇકો ગાડી નંબર-GJ.09.BJ.8857 તથા બીજી નંબર વગરની બન્ને ઇકો ગાડીઓ તથા તેની પાછળ એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર-GJ.01.HY.8437 ત્રણેય ગાડીઓ આવતા સરકારી તથા ખાનગી વાહનની આડાશ કરી રોડ બ્લોક કરતાં ગાડીઓના ચાલકો પોતાના કબ્જાની ગાડીઓ ઉભી રાખેલ નહીં અને ઇકો ગાડી નંબર-GJ.09.BJ.8857 તથા નંબર વગરની ઇકો ગાડીઓના ચાલકો બ્લોકીંગ તોડી હિંમતનગર તરફ ભાગવા લાગવા લાગેલ અને તેની પાછળ આવી રહેલ
ક્રેટા ગાડી નંબર-GJ.01.HY.8437 ના ચાલકે પોતાના કબ્જાની ગાડી યુ ટર્ન મારી પાછી વળાવી પોતાના કબ્જાની ગાડી ડ્રાઇવરે ડીવાઇડને અથડાવી ગાડી ઉભી રાખી ગાડીમાંથી ઉતરી ભાગવા લાગતા સાથેના પોલીસ કર્મચારીઓએ ચાલક ઇસમને પકડી પાડી ગાડી પાસે લાવી ગાડીમાં જોતાં આગળ પાછળની સીટ આગળ પગ મુકવાની જગ્યાએ તથા પાછળ ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય તેમજ પાયલોટીંગ કરી રહેલ ઇકો ગાડીઓ પૈકી એક ઇકોમાં ત્રણ ઇસમો તપાસ દરમ્યાન મળી આવતાં મળી આવેલ મુદ્દામાલમાં દારૂની પેટીઓ નંગ-૩૭ કુલ બોટલ નંગ-૧,૭૦૪ કિ.રૂ.૨,૦૦,૫૨૦/- તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા બન્ને ગાડીઓની કિ.રૂ.૮.૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૨૫,૫૨૦/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી ક્રેટા ગાડી નંબર-GJ.01.HY.8437 ના ચાલકે ડીવાઇડર સાથે અથડાવી આશરે રૂ.૧૫,૦૦૦/- નુ નુકશાન કરેલ હોય આરોપીઓએ સંગઠીત થઇ આર્થીક લાભ મેળવવા સારૂ ગેર કાયદેસર રીતે પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં માલ વહન કરવા એકબીજાની મદદગારી કરી ગુન્હાહીત કાવતરૂ રચી ગુન્હો કરેલ હોય તેઓના વિરૂધ્ધમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર. નં.૧૧૨૦૯૦૧૭૨૫૦૦૦૫/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫એઇ,૮૧,૮૩ તથા બી.એન.એસ કલમ. ૧૧૧(૩), (૪), ૩૨૪(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.