FIRમાં પોલીસને ગેરમાર્ગે દોરનાર કવા સામે ગુનો નોંધાશે - CP ભાર્ગવ - At This Time

FIRમાં પોલીસને ગેરમાર્ગે દોરનાર કવા સામે ગુનો નોંધાશે – CP ભાર્ગવ


ભાજપના કાર્યકરે પોતે વોર્ડ નં.6નો કોર્પોરેટર હોવાનું કહી રોફ જમાવ્યો’તો

શહેર ભાજપ પ્રમુખ દોશીએ રૂબરૂ બોલાવી કાર્યકરનો ઊધડો લીધો

શહેરના સંતકબીર રોડ પર માર્કેટિંગયાર્ડ પાછળની શ્રીરામ સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકરે એફઆઇઆરમાં પોતાને કોર્પોરેટર દર્શાવી પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રકરણમાં પોલીસ કમિશનરે ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો હતો, તો શહેર ભાજપ પ્રમુખે પણ કાર્યકરને રૂબરૂ બોલાવી તેનો ઊધડો લીધો હતો.

પોલીસ એફઆઇઆરમાં કવા ગોલતરે પોતાને કોર્પોરેટર તરીકે દર્શાવીને પોલીસને ગેરમાર્ગે દોરી છે. બુધવારે શહેર પ્રમુખ દોશીએ કહ્યું હતું કે, કવા ગોલતરને બોલાવી આવી ભૂલ ભવિષ્યમાં ન થાય તેવી તાકીદ કરી છે અને કવાએ પણ આ મુદ્દે માફી માગી હતી. બીજીબાજું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને જો એફઆઇઆરમાં ખોટી ઓળખ આપવામાં આવી છે તો કવા ગોલતર સામે આગામી દિવસોમાં આઇપીસી 419 હેઠળ ગુનો નોંધવામાં આવશે. બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટે જણાવ્યું હતું કે, કવા ગોલતરને બોલાવવામાં આવ્યા છે અને તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.