રાજકોટ મર્ડરના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ મર્ડરના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર તા.૧૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં થયેલ ખુન, ખુનની કોશીષ તથા લુંટ તેમજ ઘરફોડ ચોરીઓ જેવા ભારે ગુનાઓ દાખલ થયેલા હોય અને તે અનડીટેકટ ગુન્હાઓ તેમજ તે ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા (વોન્ટેડ) આરોપીઓને શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા તથા ટીમના જલદિપસિંહ વાઘેલા, સુભાષભાઈ ઘોઘારી નાઓને મળેલ ચોક્કસ સોર્સથી તેમજ ટેકનીકલ સોર્સીસની મદદથી સંયુકત બાતમી હકીકત મળેલ, રાજકોટ શહેરમાં સને વર્ષ-૨૦૧૪ માં બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જે મર્ડરના ગુનાની તપાસ CID ક્રાઇમ, ગાંધીનગર ખાતે ચાલુ હોય જે ગુના કામનો આરોપી વોન્ટેડ હોય જે આરોપી ગુજરાતમાં તથા અન્ય રાજયમાં આવેલા આશારામના આશ્રમમાં ખાતે ફરતો રહતો હોય તે પૈકી કર્ણાટકમાં આવેલ આશારામ આશ્રમ, ખાતે હોવાની હકિકત મળેલ હોય. DCB પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી કર્ણાટક ખાતે રવાના કરેલ હોય અને ટીમ કર્ણાટક ખાતે ટીમના માણસો પૈકી જલદિપસિંહ વાઘેલા, સુભાષભાઈ ધોધારી, વિજયરાજસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવ, સંજયભાઇ ખાખરીયા નાઓ કર્ણાટક ખાતે અલગ-અલગ વિસ્તારમાં ફરી પ્રથમ આશ્રમ શોધી કાઢી જે આશ્રમ સેવા કરતા માણસો રહેતા હોય જેથી ગુના કામેના આરોપીનો પ્રથમ આશ્રમમાં હાજર હોવાની ખાત્રી કરવા આશ્રમમાં સેવક તરીકે જોડાઇ આરોપીની ખરાઇ કરી અને ત્યારબાદ આશ્રમ પોલીસના માણસોએ વોન્ટેડ આરોપીને શોધી કાઢેલ હોય અને તેને આશ્રમમાંથી પકડી તેના વિરૂધ્ધ આગળની કાયદેસરની કાયૅવાહી કરવા માટે રાજકોટ શહેર ખાતે લઇ આવેલ હોય. જે આરોપી વિરૂધ્ધ રાજકોટ શહેરના બી.ડીવીઝન પોલીસ સ્ટેશન, રાજકોટ શહેરમાં દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ હાલ CID ક્રાઇમ, ગાંધીનગર ખાતે ચાલુ હોય જેથી નાસતો-ફરતો આરોપીને CID ક્રાઈમમાં સોપવાની તજવીજ કરવામાં આવેલ છે. કિશોર બાલકૃષ્ણ બોડકે ઉ.૩૭ ધંધો-આશ્રમમાં સેવા રહે.સંતશ્રી આશારામ આશ્રમ, મોઢેરા, અમદાવાદ મુળગામ-વીડીઘરકુલ બ્રહ્મનાથનગર, સોલાપુર, મહારાષ્ટ્ર. ગુના નંબર તથા કલમના કામે (વોન્ટેડ) નાસતો ફરતો બી.ડીવીઝન પોલીસ સ્ટેશન IPC કલમ-૩૦૨, ૩૦૭, ૧૧૪, તથા આર્મ એક્ટ ૨૫(૧)એ, ૨૫(૧)બી તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.