જસદણના ગુંદાળામાં પતિ સાથે ઝઘડો થતાં સગર્ભાએ ઝેર પીધું - At This Time

જસદણના ગુંદાળામાં પતિ સાથે ઝઘડો થતાં સગર્ભાએ ઝેર પીધું


જસદણના ગુંદાળા ગામે ભુપતભાઇ વશરામભાઇની વાડીમાં રહેતી સોમીબ મોટલોભાઇ મેંદડા (ઉ.૨૫) નામની સગર્ભાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને ભાવેશભાઇ મકવાણાએ આટકોટ પોલીસને જાણ કરી હતી. સોમીબેનના લગ્ન છ મહિના પહેલા જ થયા છે અને હાલમાં પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. મુળ એમપીની વતની સોમીબેનને પતિ સાથે ઝઘડો થતાં ઝેર પી ગયાનું જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.