જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય ,હિંમતનગર ખાતે
જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય ,હિંમતનગર ખાતે
દાદા-દાદી ,નાના-નાની સ્પેશિયલ-ડે ની ઉજવણી.
જીવન ઘડતર માં દાદા- દાદી નાના-નાની ની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમના પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરવા દાદા-દાદી, નાના-નાની સ્પેશ્યલ-ડે ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ સિનિયર સિટીઝન દાદા -દાદી, નાના-નાની ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય, સમૂહ અભિનય ગીત તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પ્રખર વક્તા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા ગૌતમભાઈ ભટ્ટનું મનનીય વક્તવ્ય રહ્યું. કાર્યક્રમમાં શ્રી સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખ સી.સી. શેઠ, મંત્રી મધુકર ખમાર, ઉપપ્રમુખ પિયુષભાઈ દવે કારોબારી સદસ્ય ગોપાલસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિત રહી. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર જયાબેન જોશી, શાળાના આચાર્ય પ્રદીપભાઈ દેસાઈ, સંયોજક મિતેષભાઈ ભટ્ટ, પ્રાથમિક વિભાગના શિક્ષકોનું યોગદાન રહ્યું. કાર્યક્રમનું સંચાલન બી.ડી.નાયી દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.